શોધખોળ કરો
Advertisement
કોરોનાની રસી માટે આવેલા મોદીએ ઝાયડસની લેબોરેટરીમાં અંદર શું કર્યું ? જાણો મહત્વના સમાચાર
PM મોદી સૌ પ્રથમ અમદાવાદ નજીક આવેલા ચાંગોદરમાં સ્થિત ઝાયડ્સ કેડીલા ફાર્માશ્યુટીકલ કમ્પનીના ઝાયડ્સ બાયોટેક પ્લાન્ટ પહોંચ્યા હતા. 1 કલાક અને 21 મિનિટની અહીંની મુલાકાતમાં PMએ ઝાયડ્સ દ્વારા બનાવવામાં આવી રહેલી ઝાયકોવી ડી નામની કોરોનાની વેકસીન અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી.
અમદાવાદઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની રસીનું નિરીક્ષણ કરવા સવારે અમદાવાદની ઝાયડ્સ ફાર્મા કંપનીમાં આવ્યા હતા. PMએ ઝાયડ્સમાં બની રહેલી વેકસીનનું જાત નિરીક્ષણ કર્યું હતું. PM અમદાવાદ એરપોર્ટથી સીધા ઝાયડ્સના ચાંગોદાર ખાતેના પ્લાન્ટમાં ગયા. PM અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ચાંગોદાર ગયા હતા. 1કલાક ઝાયડ્સના પ્લાન્ટમાં રોકાઈને વેકસીન અંગે માહિતી મેળવી હતી. અહીં નિરક્ષણ કર્યા પછી હૈદરાબાદ જવા રવાના થયા છે.
દેશમાં કોરોનાની બની રહેલી વેકસીનનું જાત નિરીક્ષણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળ્યા છે. PM મોદી સૌ પ્રથમ અમદાવાદ નજીક આવેલા ચાંગોદરમાં સ્થિત ઝાયડ્સ કેડીલા ફાર્માશ્યુટીકલ કમ્પનીના ઝાયડ્સ બાયોટેક પ્લાન્ટ પહોંચ્યા હતા. 1 કલાક અને 21 મિનિટની અહીંની મુલાકાતમાં PMએ ઝાયડ્સ દ્વારા બનાવવામાં આવી રહેલી ઝાયકોવી ડી નામની કોરોનાની વેકસીન અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી.
અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે PM ચાંગોદર પહોંચ્યા હતા અને બરાબર 9ને 40 મિનિટ ઝાયડ્સ બાયોટેક પાર્ક પહોંચ્યા હતા. જ્યાં સૌ પ્રથમ PM ઝાયડ્સ કેડીલા કંપનીના CMD પંકજ પટેલના પરિવારને મળ્યા હતા અને ત્યારબાદ PMએ ઝાયકોવી-ડી રસી અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી. રસી બનાવવાની પ્રક્રિયા પણ PMએ જોઈ હતી અને તે માટે PMએ PPE કીટ પણ પહેરી હતી. બાદમાં ઝાયકોવી ડી રસી બનાવતી ટીમ અને વૈજ્ઞાનિકો તેમ જ ડૉક્ટર્સ સાથે એક બેઠક કરીને રસી અંગે ચર્ચા કરી હતી. 1 કલાક અને 21 મિનિટ બાદ 11 અને 01 મિનિટ PM ઝાયડ્સ બાયોટેક પાર્ક ખાતેથી રવાના થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement