Gujarat Politics: શાહી પરિવારમાંથી આવે છે શક્તિસિંહ ગોહિલ, જાણો કોંગ્રેસ નેતાની રાજકીય સફર
Gujarat Politics: ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના પ્રમુખની જાહેરાત કરી દીધી છે.
Gujarat Politics: ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના પ્રમુખની જાહેરાત કરી દીધી છે. જગદીશ ઠાકોરને હટાવી હાઈકમાન્ડે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે વરણી કરી છે.
Hon'ble Congress President has appointed the following as Presidents of the respective Pradesh Congress Committees/Regional Congress Committee with immediate effect. pic.twitter.com/sIdMbsMoAr
— INC Sandesh (@INCSandesh) June 9, 2023
કોણ છે શક્તિસિંહ ગોહિલ?
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામમાં થયો હતો. શક્તિસિંહ લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. જો શક્તિસિંહના અભ્યાસની વાત કરીએ તો તેઓએ બીએસસી,એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમાં કર્યું છે.
શક્તિસિંહ ગોહિલની રાજકીય સફર
શક્તિસિંહ ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. ત્યાર બાદ શક્તિસિંહ ગોહિલે સ્થાનીક ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા હતા. 1990માં તે AICCના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ હતી. નોંધનીય છે કે, કોંગ્રેસના બહુ ઓછા નેતા છે જે ટેકનિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહને આવા જ એક કોંગ્રેસી નેતા છે. ઘણી વખત શક્તિસિંહે કોંગ્રેસને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી છે.
તમને જણાવી દઈએ કે, શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી વર્ષ 1990, 1995 ઉપરાંત 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમને આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2014ની પેટાચૂંટણીમાં શક્તિસિંહ કચ્છની અબડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી.
સૌથી નાની વયે બન્યા હતા મંત્રી
તમને જાણીને આશ્ચર્ય થશે કે, શક્તિસિંહ ગોહિલ ગુજરાતના મંત્રીમંડળના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં એટલે કે 32 વર્ષની ઉંમરે મંત્રીપદ સંભાળનારા નેતા તરીકે જાણીતા છે. વર્ષ 1991થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ,સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળી તેમની યોગ્યતા પૂરવાર કરી હતી. તેઓ ગુજરાત વિધાનસભામાં 2007થી 2012 સુધીમાં વિપક્ષી નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, શક્તિસિંહ હાલમાં દિલ્હી અને હરિયાણાના પ્રભારી છે. ગુજરાતની જવાબદારી સંભાળ્યા બાદ તેઓ આ પદ પરથી મુક્ત થશે.