શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદને પગલે 171 ગામોમાં વીજળી ગુલ, ઘરોમાં છવાયો અંધારપટ

Gujarat Rain Update: રાજ્યમાં વરસાદના પગલે 171 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ગુજરાતના 5 જિલ્લાના 171 ગામોમાં વીજળી ગુલ થઈ છે. સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લાના 145 ગામોમાં વીજળી ગુલ થઈ છે.

Gujarat Rain Update: રાજ્યમાં વરસાદના પગલે 171 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ગુજરાતના 5 જિલ્લાના 171 ગામોમાં વીજળી ગુલ થઈ છે. સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લાના 145 ગામોમાં વીજળી ગુલ થઈ છે. એક તરફ આકાશી કહેર તો બીજી તરફ ઘરમાં વીજળી ગુલ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરમાં વીજળી ન હોવાને કારણે લોકોના અનેક કામો અટાવાયા છે. ખાસ કરીને મોબાઈલ ચાર્જિંગને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે.

સંતરામપુરમાં પડેલા સાંબેલા ધાર વરસાદથી સોસાયટીમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. ભારે વરસાદના કારણે સંતરામપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. સંતરામપુરમાં ભારે વરસાદને કારણે શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

રવિવારે અમદાવાદમાં થઈ હતી વીજળી ગુલ

અમદાવાદ શહેરમાં રવિવારે પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. વરસાદના કારણે શેલા ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ગાજવીજ સાથે વરસાદ થતા વીજળી ગુલ થઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં ભારે વરસાદના પગલે 16 જિલ્લાના પંચાયત હસ્તકના 382 રસ્તાઓ બંધ થયા છે. સ્ટેટના 36 રસ્તાઓ અને કચ્છને જોડતો 1 નેશનલ હાઇવે પણ બંધ થયો છે. વલસાડ જિલ્લામાં 92, નવસારીના 88 અને તાપી જિલ્લાના 57 રસ્તાઓ વરસાદના પગલે બંધ થયા છે.

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ૩૬ ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ૩૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદ તથા રાજ્યના ૧૨ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના ૬૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૧ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૬૫.૪૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૪૧.૭૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૯.૪૩ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૦.૦૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૦.૪૪ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 

ક્વાંટ તાલુકામાં ૪૩૨ મિ.મી., જાંબુઘોડામાં ૪૨૬ મિ.મી., જેતપુર પાવીમાં ૪૦૩ મિ.મી., છોટાઉદેપુરમાં ૩૩૦ મિ.મી., વઘઈમાં ૨૮૮ મિ.મી., આહવામાં ૨૭૫ મિ.મી., ધરમપુરમાં ૨૨૫ મિ.મી., અમદાવાદ શહેરમાં ૨૧૯ મિ.મી., સુબીરમાં ૨૧૧ મિ.મી., વાંસદામાં ૨૦૯ મિ.મી., કપરાડામાં ૨૦૪ મિ.મી., સાગબારામાં ૧૯૭ મિ.મી., સંખેડામાં ૧૮૮ મિ.મી., ડેડીયાપાડામાં ૧૮૬ મિ.મી., ડોલવણમાં ૧૮૦ મિ.મી., ઘોઘંબામાં ૧૫૮ મિ.મી., નડિયાદમાં ૧૪૩ મિ.મી., ગોધરામાં ૧૩૭ મિ.મી., સોજીત્રામાં ૧૩૬ મિ.મી., મહેમદાવાદ અને નસવાડીમાં ૧૩૫ મિ.મી., તિલકવાડા અને હાલોલમાં ૧૩૦ મિ.મી., ઉમરપાડામાં ૧૨૯ મિ.મી., ખેરગામમાં ૧૨૩ મિ.મી., મોરબીમાં ૧૨૧ મિ.મી., માતરમાં ૧૧૮ મિ.મી., ગરુડેશ્વરમાં ૧૧૩ મિ.મી., વસોમાં ૧૦૬ મિ.મી. એમ કુલ ૩૦ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

ડભોઇમાં ૯૯ મિ.મી., ખેડામાં ૯૭ મિ.મી., ધોલેરામાં ૯૫ મિ.મી., આણંદમાં તથા શહેરામાં ૯૨ મિ.મી., મુન્દ્રા અને અબડાસામાં ૮૯ મિ.મી., ગણદેવીમાં ૮૫ મિ.મી., ખંભાતમાં ૮૪ મિ.મી., વાઘોડિયામાં ૮૨ મિ.મી., પેટલાદમાં ૮૧ મિ.મી., મહુવામાં ૮૦ મિ.મી., નવસારીમાં ૭૯ મિ.મી., ચીખલી, વલસાડ અને કઠલાલમાં ૭૮ મિ.મી., નાંદોદમાં ૭૭ મિ.મી., તારાપુર, વાલોદ અને દાહોદમાં ૭૩ મિ.મી., દહેગામમાં ૭૧ મિ.મી., કુકરમુંડામાં ૭૦ મિ.મી., પારડીમાં ૬૭ મિ.મી., કાલોલમાં ૬૫ મિ.મી., સાણંદમાં ૬૪ મિ.મી., વાપી તથા કડીમાં ૬૨ મિ.મી., પાદરા, દસકોઈ અને સોનગઢમાં ૬૦ મિ.મી., જલાલપોરમાં ૫૯ મિ.મી., કચ્છ-માંડવી અને વ્યારામાં ૫૮ મિ.મી., નખત્રાણામાં ૫૬ મિ.મી., કલોલમાં તથા લુણાવાડામાં ૫૫ મિ.મી., નિઝરમાં ૫૪ મિ.મી., માંગરોળ અને વડોદરામાં ૫૨ મિ.મી. એમ કુલ ૩૯ તાલુકાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૪૯ જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
Embed widget