ફરી વધી શકે છે ખાનગી શાળાની ફી, ખાનગી શાળાના સંચાલકોએ CMને પત્ર લખી આટલા ટકા ફી વધારાની કરી માંગ
કોરોનાકાળ બાદ હાલ સ્કૂલો ફરી ધમધમી રહી છે. કેટલાય સમયથી ફી વધારવાની માંગ કરતાં સંચાલકોને હવે ફાવતું જડ્યું છે.
![ફરી વધી શકે છે ખાનગી શાળાની ફી, ખાનગી શાળાના સંચાલકોએ CMને પત્ર લખી આટલા ટકા ફી વધારાની કરી માંગ private school administrators wrote a letter to Chief Minister Bhupendra Patel demanding a 33 per cent increase in fees In Gujarat ફરી વધી શકે છે ખાનગી શાળાની ફી, ખાનગી શાળાના સંચાલકોએ CMને પત્ર લખી આટલા ટકા ફી વધારાની કરી માંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/18/0d96ea241a31f36979ac89c9b896573f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AHMEDABAD : રાજ્યમાં ફરી ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકે છે. ખાનગી શાળાના સંચાલકોએ 5-5 હજાર ફી વધારવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ફી સ્લેબમાં 33 ટકાનો વધારો માંગ્યો છે. પ્રાથમિક શાળા, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા, વિજ્ઞાન પ્રવાહની ઉ.માધ્યમિક શાળામાં 33 ટકાનો ફી વધારો કરવા શાળા સંચાલકોએ મુખ્યપ્રધાન સમક્ષ માંગ કરી છે.
કોરોનાકાળ બાદ હાલ સ્કૂલો ફરી ધમધમી રહી છે. કેટલાય સમયથી ફી વધારવાની માંગ કરતાં સંચાલકોને હવે ફાવતું જડ્યું છે. સામે વાલીઓને લાગે છે કે હવે કપરા દિવસો આવશે કારણ કે ખાનગી શાળાઓના ફી સ્લેબમાં વધારો કરવાની માગ તીવ્ર બની છે.
પ્રાથમિક શાળામાં ફી રૂ.15 હજારથી વધારીને રૂ.20 હજાર કરવા માગ કરવામાં આવી છે જ્યારે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં રૂ.25 હજારને સ્થાને રૂ.30 હજારની માગ સીએમ સમક્ષ કરવામાં આવી છે. તો વિજ્ઞાન પ્રવાહની ઉ.માધ્યમિક શાળામાં રૂપિયા 30 હજારને બદલે રૂપિયા 36 હજારની માગ મૂકવામાં આવી છે.
મહત્વનું છે કે શાળા સંચાલક મહામંડળની કોર કમિટીમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં મહામંડળ સાથે જોડાયેલી શાળાના પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જે બાદ ફી વધારો તેમજ સ્વનિર્ભર શાળાઓના કર્મીઓનો શૈક્ષણિક અનુભવ ગણતરીમાં લેવાની માંગ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓ પર ફી નિયંત્રણ કરી શકાય તે ઉદ્દેશ સાથે ફી રેગ્યુલેશન એક્ટ લાવવામાં આવ્યો હતો અને તેના માટે ફી રેગ્યુલેશન કમિટીની રચના પણ કરવામા આવી હતી.પરંતુ 2017થી અમલમાં આવેલી FRC સતત ગોકળગતીએ ચાલી રહી છે.
છેલ્લા પાંચ વર્ષમાં શાળા ચલાવવા માટે મકાનનું ભાડું, મેદાન, મેઈન્ટેનન્સ, લાઈટ બિલ, વેરા વગેરેમાં ખૂબ જ વધારો થયો છે. ઉપરાંત સ્ટાફના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આમ, છેલ્લા પાંચ વર્ષમાં આ તમામ બાબતોને જોતા 40થી 45 ટકા જેટલો ભાવ વધારો થયો છે અને સંચાલકોને તે ચુકવવામાં આર્થિક ભારણ આવી રહ્યું છે. જેથી ફી માટેના સ્લેબમાં મોંઘવારીને ધ્યાને લેતા ફેરફાર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)