શોધખોળ કરો

SMCના PSI જેએમ પઠાણના મોત મામલે પોલીસને મળી મોટી સફળતા, ટ્રેલરના ડ્રાઇવરની રાજસ્થાનમાંથી ધરપકડ

અમદાવાદ: સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell)ના પીએસઆઇ જે.એમ. પઠાણના મોત કેસ મામલે મોટો ખુલાસો થયો છે.  અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને ટ્રેલરના ડ્રાઇવરને પકડવામાં સફળતા મળી છે.

અમદાવાદ: સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell)ના પીએસઆઇ જે.એમ. પઠાણના મોત કેસ મામલે મોટો ખુલાસો થયો છે.  અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને ટ્રેલરના ડ્રાઇવરને પકડવામાં સફળતા મળી છે. ટ્રેલર ચલાવનાર ડ્રાઇવર મંગારામની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. સામે આવેલી વિગતો અનુસાર મંગારામ રાજસ્થાનના બલોતરા ડીસ્ટ્રીકનો સીનેત્રી ગામનો વતની છે. પોલીસે તેના ઘરેથી મંગારામની ધરપકડ કરી છે. 

તો બીજી તરફ પીએસઆઈ પઠાણને ટક્કર મારનાર ટ્રેલર કલકત્તા જતું હતું. રો મટીરીયલ ભરેલા ટ્રેલરની પાછળ ફોર્ચ્યુનર ગાડી ટકરાઈ હતી.
ટ્રેલરમાં દારૂનો જથ્થો ન હોવાની પોલીસે પુષ્ટિ કરી હતી. ઝડપાયેલા ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં 4 નવેમ્બરના રોજ એસએમસી પોલીસની કારને એક ભયંકર અકસ્માત નડ્યો હતો જેમાં પીએસઆઈ પઠાણનું મોત નિપજ્યું હતું. પોલીસ દારુ ભરેલી કારનો પીછો કરી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

શું હતી સમગ્ર ઘટના?

 સુરેન્દ્રનગરમાં  એસએમસી પોલીસની કારને એક ભયંકર અકસ્માત નડ્યો હતો, ખરેખરમાં, એસએમસી પોલીસની  કાર દારૂ ભરેલી ક્રેટા કારનો પીછો કરી રહી હતી, આ દરમિયાન એક ટ્રેલર વચ્ચે આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એસએમસી પીએસઆઇ જે.એમ. પઠાણનું ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યુ હતુ. આ ઘટના અનેક સવાલો ઉભા થયા છે, આ અકસ્માત છે કે કોઇ અન્ય કારણ તેની પણ તપાસની માંગ ઉઠી હતી. 

સુરેન્દ્રનગરના કઠાડા નજીક SMCના PSIનું અકસ્માતમાં મોત થયુ હતું. ઘટનાની વિગતો એવી છે કે, એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણને બાતમી મળી હતી કે એક ક્રેટા કાર દારૂ ભરીને દસાડા-પાટડી રૉડ પરથી પસાર થવાની છે. SMCની ટીમે આના પર કાર્યવાહી કરતાં રૉડ બ્લૉક કરીને ક્રેટા કારને આંતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે પાટડી તરફ બન્ને વાહનો ત્યાંથી પસાર થઈ ગયા હતા. SMC ટીમની કારે ફિલ્મી ઢબે બન્ને વાહનોનો પીછો કર્યો હતો. તે સમયે SMCની કારની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી. દારૂ ભરેલી ક્રેટા કારને રોકવા જતા ટ્રેલર વચ્ચે આવી ગયું અને SMCની કારની ટ્રેલર સાથે ભયંકર ટક્કર થઈ હતી. આથી દારૂ ભરેલી ક્રેટા કાર ત્યાંથી ફરાર થવામાં સફળ થઈ હતી.

અકસ્માતની ઘટનામાં ટ્રેલરના ટક્કરથી PSIને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, અને ઈજાના કારણે મોત નિપજ્યું હતું. સાથે અન્ય બે પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હતી. આ મામલે  દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ શરૂ હતી. 

આ પણ વાંચો...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
Embed widget