Bharat Jodo Nyaya Yatra: રાષ્ટ્રપતિ આદિવાસી હોવાથી તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ન બોલાવ્યા: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ રામ મંદિરને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણ કહ્યું કે, રામ મંદિરના ઉત્સવમાં રાષ્ટ્રપતિ નથી દેખાયા. રાષ્ટ્રપતિ આદિવાસી છે છતાં ના દેખાયા. ખેડૂત, મજૂર, આદિવાસી અને ગરીબ કોઈ ઉત્સવમાં નથી દેખાતા. ઉદ્યોગપતિ, બોલીવુડ, ક્રિકેટર બધે દેખાય છે.
Bharat Jodo Nyaya Yatra: ભારત જોડો ન્યાય યાત્રા લઇને ગુજરાત પહોંચેલા રાહુલ ગાંધીએ બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાનમાં 50 ટકા પછાત વર્ગ છે. 8 ટકા આદિવાસી, 15 અનુસૂચિત જાતિના લોકો છે. 15 ટકા માઈનોરીટિ થઈ 99 ટકા આ લોકો છે. હિન્દુસ્તાનની સૌથી મોટી કંપનીના માલિકોના નામ જોશો તો 99 ટકા લોકો પૈકી એક નહિ હોય. અનુસૂચિત, પછાત લોકોની ભાગીદારી 100 માંથી 6 રૂપિયામાં છે. હિન્દુસ્તાનની સરકાર 100 રૂપિયા ખર્ચ કરે તો માત્ર 6 ટકા જ આ લોકોને મળે છે.
हिंदुस्तान के एयरपोर्ट, पोर्ट, पॉवर जनरेशन समेत आप जहां भी देखेंगे, आपको सिर्फ अडानी ही दिखेंगे।
— Gujarat Congress (@INCGujarat) March 7, 2024
PM मोदी ने हिन्दुस्तान का सारा धन 2-3 अरबपतियों को सौंप दिया है।
: @RahulGandhi जी
📍गुजरात pic.twitter.com/MDekvLhh3G
રાહુલ ગાંધીએ રામ મંદિર વિશે આપ્યું નિવેદન
રાહુલ ગાંધીએ રામ મંદિરને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણ કહ્યું કે, રામ મંદિરના ઉત્સવમાં રાષ્ટ્રપતિ નથી દેખાયા. રાષ્ટ્રપતિ આદિવાસી છે છતાં ના દેખાયા. ખેડૂત, મજૂર, આદિવાસી અને ગરીબ કોઈ ઉત્સવમાં નથી દેખાતા. ઉદ્યોગપતિ, બોલીવુડ, ક્રિકેટર બધે દેખાય છે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશી છે. ધાવડિયા ચેકપોસ્ટથી ન્યાય યાત્રાની ગુજરાતમાં એંટ્રી થઈ છે. દાહોદના ઝાલોદમાં રાહુલ ગાંધીએ લોકોને સંબોધન કર્યું હતું. ભારતમાં 50 ટકા પછાત વર્ગ, 15 ટકા દલીત વર્ગ છે. ભારતમાં 8 ટકા આદિવાસી વર્ગ છે. દેશની મોટી કંપનીઓમાં પછાત વર્ગને સ્થાન નથી મળતું.
દેશનું બજેટ 90 લોકો નક્કી કરીને વહેચે છે. બજેટ નક્કી કરનાર 90 લોકોમાંથી માત્ર 3 લોકો પછાત વર્ગના. બજેટ નક્કી કરનાર 90 લોકોમાંથી માત્ર એક આદિવાસી. ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. બજેટની યોગ્ય ફાળવણી માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે. 2-3 ટકા લોકોને દેશનું ધન આપી દેવામાં આવી રહ્યું છે. ભારતમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. આ દેશમાં યુવાઓને રોજગારી મળતી જ નથી. પબ્લિક સેક્ટરનું આ સરકાર ખાનગીકરણ કરી રહી છે. ડ્રોન, હથિયારના કોંટ્રાક્ટ પણ માત્ર એક વ્યક્તિને અપાય છે. દેશમાં નફરત ફેલાવવાની રાજનીતિ થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, ભારત જોડો ન્યાયયાત્રાને લઈ કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ઝાલોદ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસે આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ આપ્યું હતું. જેથી આમ આદમી પાર્ટી તરફથી ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા હાજર રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો પણ ઝાલોદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની યાત્રા 4 દિવસમાં 7 જિલ્લામાં ફરશે.
રાહુલ ગાંધી ગુજરાતમાં 400 કિલોમીટરનો પ્રવાસ કરશે. કંબોઈ ધામ,પાવાગઢ તળેટી મંદિરમાં રાહુલ દર્શન કરશે. આ ઉપરાંત હરસિદ્ધિ માતાજી અને રાજપીપળાના ગણેશ મંદિરમાં દર્શન કરશે. રાહુલ ગાંધી ગુજરાતમાં 6 પબ્લીક મિટીંગ, 27 કોર્નર મિટીંગ કરશે. 70થી વધુ સ્થળો પર રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે.