શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારે ઉકરાટ બાદ રાજ્યમાં ફરી મેઘ મહેર, ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ, જાણો વિગતે
ગઇરાત્રે ભારે પવન સાથે રાજ્યમાં ફરી એકવાર મેઘ મહેર થઇ હતી
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસની ભારે ઉકરાટ બાદ રાજ્યમાં ફરી એકવાર મેઘ મહેર થઇ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ગઇરાત્રે વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયુ હતુ. કેટલાક જિલ્લાઓમા ભારે તો કેટલાકમાં હળવા ઝાપટાં પડ્યા હતા. અહીં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની માહિતી આપવામાં આવી છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં ગઇ રાત્રે આંબાવાડી, શિવરંજની, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં રાત્રે ગાજવીજ સાથે એક કલાકથી વધુ સુમય સુધી વરસાદ પડ્યો હતો, પાટણમાં 43 મીમી, સિઘ્ઘપુર 25 મીમી, સરસ્વતી 50 મીમી, ચાણસ્મા 02 મીમી, હારીજ 02 મીમી, સમી 03 મીમી, શંખેશ્વર 02 મીમી, રાધનપુર 37 મીમી, સાંતલપુર 12 મીમી વરસાદ નોંધાયો હતો.
સાબરકાંઠામાં ઇડર 06 મિમી, પ્રાંતિજ 02 મિમી, પોશીના 05 મિમી હિંમતનગર 13 મિમી તથા અરવલ્લીમાં મેઘરજ, માલપુર, બાયડ અને મોડાસામાં વરસાદ ખાબક્યો હતો.
આ ઉપરાંત સુરત, છોટા ઉદેપુર, મહીસાગર અને ગાંધીનગરમાં વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion