શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ રાજકોટની યુવતીને ચાલુ કારમાં નગ્ન કરીને યુવકે માણ્યું શરીર સુખ, પછી ત્રણ મિત્રોએ પણ બાંધ્યા શારીરિક સંબંધ ને....
યુવતીને બે આરોપી આદિપુર તરફ કારમાં લઈ ગયા હતા, જ્યાં એકે ડ્રગ્ઝનું સેવન કર્યું હતું અને ચાલુ કારે યુવતીને કપડાં કાઢવાનું કહ્યું હતું. યુવતીએ ઈનકાર કરતા અન્ય આરોપીએ ગન બતાવી ધમકી આપી તેણે યુવતી સાથે ચાલુ કારે દુષ્કર્મ કર્યુ હતું.
અમદાવાદઃ થલતેજ વિસ્તારમાં રહેતી યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરીની લાલચ આપીને માદક પર્દાર્થ પીવડાવી ગેંગરેપ ગુજારનારા ચાર હવસખોરો વિરૂધ્ધ મહિલા (પશ્ચિમ) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મહિલા (પશ્ચિમ પોલીસે) સોલામાં રહેતા પ્રજ્ઞેશ ઉર્ફે પીજી ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા હર્ષદભાઈ પટેલ, ઈસનપુરના જીતેન્દ્રપુરી બી.ગોસ્વામી, સાઉથ બોપલના જયમીન પટેલ અને સોલામાં રહેતી નીલમ પ્રજ્ઞેશ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આરોપીઓએ થલતેજ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને કોર્પોરેટ લેવલની નોકરીની અપાવવાની લાલચ આપી હતી. એટલું જ નહીં આ શખ્સોએ જમીનોમાં ખુબ મોટા રોકાણ કરી જમીનોનો ખુબ મોટો વેપાર કરે છે તથા રાજકીય વગ ધરાવે છે અને કોર્પોરેટમાં ખુબ સારી ઓળખાણ હોવાનું કહ્યું હતું.
યુવતીને નોકરીનું સેટિંગ કરી આપવાનું કહીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા. જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી બંનેએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો અને ફોટા વહેતા કરવાની ધમકી આપી પાંચેય દુષ્કર્મ ગુજારતા હતા. આ મામલે યુવતીએ પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગૌસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવતીને બે આરોપી આદિપુર તરફ કારમાં લઈ ગયા હતા, જ્યાં એકે ડ્રગ્ઝનું સેવન કર્યું હતું અને ચાલુ કારે યુવતીને કપડાં કાઢવાનું કહ્યું હતું. યુવતીએ ઈનકાર કરતા અન્ય આરોપીએ ગન બતાવી ધમકી આપી તેણે યુવતી સાથે ચાલુ કારે દુષ્કર્મ કર્યુ હતું.
આરોપીઓએ યુવતીને અલગ અલગ હોટેલોમાં લઈ જઈને યુવતીની જાણ બહાર નશીલો પદાર્થ ભેળવીને તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો. આ શખ્સોએ યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો લઈ લીધા હતા, જે બતાવીને તેને બ્લેકમેલ કરી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ સિવાય પ્રજ્ઞેશ પટેલની પત્ની નીલમ પટેલે યુવતીનો અસલ પાસપોર્ટ તથા રૂ.30,000 યુવતીની જાણ બહાર લઈ લીધા હતા.
યુવતીએ આરોપીઓ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઇ છે. સોશિયલ મીડિયા થકી મૂળ રાજકોટની યુવતીનો સંપર્ક કરી નોકરી અપાવવાનું કહીને શહેરના 5 યુવકોએ ગેંગરેપ કર્યો હોવાની મહિલા પોલીસ સ્ટેશન (વેસ્ટ)માં ફરિયાદ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
અમદાવાદ
Advertisement