શોધખોળ કરો

Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો

અમદાવાદ: આજે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનની શરુઆત થઈ ગઈ છે. તો બીજી તરફ રાજ્યમાં બીજેપી ઉમેદવાર રુપાલા સામે ક્ષત્રિયોનો રોષ યથાવત છે. આજે અમદાવાદ ખાતે રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

અમદાવાદ: આજે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનની શરુઆત થઈ ગઈ છે. તો બીજી તરફ રાજ્યમાં બીજેપી ઉમેદવાર રુપાલા સામે ક્ષત્રિયોનો રોષ યથાવત છે. આજે અમદાવાદ ખાતે રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. જે બાદ સંકલન સમિતિની પ્રેસ કોંન્ફરન્સ યોજાઈ હતી.

આ અંગે ક્ષત્રિય આગેવાનોએ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. તેમણે રહ્યું કે,  ઉમેદવારો નક્કી થયા બાદ આગળની રણનીતિ મુદ્દે ચર્ચા કરી છે. 90 મુખ્ય સંસ્થાઓની સાથે પેટા સંસ્થાના પ્રતિનિધિઓ આજે હાજર રહ્યા હતા. રમજુભા, કરણસિંહ ચાવડા,તૃપ્તી બા સહિતના આગેવાનો આ પ્રેસમાં હાજર રહ્યા હતા. રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે.

કરણસિંહ ચાવડાએ આગળની રણનીતિ જણાવી

શાસક પક્ષને અપાયેલ અલ્ટીમેટમનો સમય પૂર્ણ થયો છે. અલ્ટીમેટમ મુજબ રૂપાલાની ઉમેદવારી પાછી ન ખેંચાઈ. આજથી રાજપૂત સમાજ ઓપરેશન ભાજપ શરૂ કરશે. 120 સંસ્થાના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા છે. કાલથી તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. આવતીકાલથી રોજ એક જિલ્લામાં ક્ષત્રિય મહિલા પ્રતિક ઉપવાસ કરશે. મતદાનના દિવસ સુધી ક્રમશઃ ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે.

રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય મહિલાઓ ઉપવાસ આંદોલન કરશે. રોજ એક જિલ્લામાં પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. કાળા વાવટા મુદ્દે જાહેર કરાયેલા પરિપત્રનો વિરોધ કરીશું. અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામાનો વિરોધ કરીએ છીએ. કેસરિયો ધ્વઝ રાખી યુવાનો વિરોધ કરશે. ભાજપના પ્રતિનિધિઓના પ્રચારનો વિરોધ કરીશું. ક્ષત્રિયો પાંચ ઝોનમાં પાંચ ધર્મરથ કાઢશે.
કચ્છમાં આશાપુરા મંદિરથી રથ નીકળશે. જિલ્લા સમિતિઓ ધર્મરથનું આયોજન કરશે. વિરોધ માટે યુવાનોની કમિટિ બનાવાશે.

ક્ષત્રિય સમાજે આપ્યું નવું સૂત્ર, મત એ જ શસ્ત્ર

ક્ષત્રિય સમાજે તમામ બેઠકો પર વિરોધ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ બેઠક પર વિરોધ કરવા માટે ખાસ કમિટી બનાવી છે. રૂપાલાને હરાવવાનો ક્ષત્રિય સમાજે દાવો કર્યો છે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજે નવું સૂત્ર આપ્યું છે. મત એ જ શસ્ત્ર. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા પર ક્ષત્રિય સમાજ વધુ આક્રમક રીતે કાર્યક્રમો આપશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેંદ્રનગરમાં પરિણામલક્ષી વિરોધની જાહેરાત કરવામાં આવી છે. લોકશાહીના ઢબે શાંતિથી વિરોધ કરાશે. બોયકોટ ભાજપ, મત એ જ શસ્ત્રનો નારો આપવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget