શોધખોળ કરો
Advertisement
'કેન વી મીટ' હુક્કાબારમાં રેડ, NC ગુનો નોધતા પોલીસની કામગીરી શંકાના ઘેરામાં
અમદાવાદઃ સિંધુભવન રોડ પર આવેલા 'કેન વી મીટ' હુક્કાબારમાં વસ્ત્રાપુર પોલીસે ઉચ્ચ અધિકારીઓના કહેવાથી રેડ કરી હતી. રેડ કરી પાછલા બારણેથી જ ગ્રાહકોને ભગાવી દેવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી છે. જ્યારે બીજીબાજુ પોલીસે ફ્લેવરના બોક્ષ પર લખાણ ન લખ્યું હોવાનું તૃચ્છ કારણ દર્શાવી માત્ર એનસી ગુનો નોંધી નામ માત્રની કાર્યવાહી કરતા પોલીસની શંકાસ્પદ કામગીરી બહાર આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના સિધુભવન રોડ પર આવેલ હુક્કાબરમાં પોલીસે રેડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રેડ ઉચ્ચ અધિકારીઓના કહેવા પર પાડવામાં આવી હતી. રેડમાં પોલીસ દ્વારા ગ્રાહકોને પાછલા બારણે ભગાડી દેવાની વાત પણ સામે આવી છે. તેમજ હુક્કામાં વાપરવામાં આવતા અલગ અલગ ફ્લેવર પર કોઇ લખાણ નહિ હોવાનું કારણ દર્શાવીને જાણના જોગ એનસી ફરિયાદ નોધીને ઉપરછલ્લી કાર્યવાહી કરતા પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઇ છે.
એકતરફ અમદાવાદમાં હુક્કાબારનું ચલણ વધ્યું છે. ત્યારે બીજીતરફ હુક્કામાં નિકોટીન સાથે ફ્લેવર મિલાવાતી હોવાનું કહીને ઉચ્ચ અધિકારીઓ હુક્કાબાર બંધ કરાવવાની કનડગતમાં પડ્યા છે. ઉચ્ચ અધિકારીઓના કહેવા મુજબ વસ્ત્રાપુર પોલીસે સિંધુભવન રોડ પરના કેન વી મીટ હુક્કાબારમાં રેડ કરી હતી. રેડ દરમિયાન પાછલા બારણેથી તમામ ગ્રાહકોને પોલીસે જવા દેવાનું કહ્યું હતું.
પોલીસે તપાસ કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ તો ના મળી પણ પોલીસે ફ્લેવરના બોક્ષ પર કોઇ લખાણ ન લખ્યું હોવાથી તમાકુ નિયંત્રણ ધારાનો ભંગ કર્યો હોવાખી માલિક પંકિત પટેલ સામે એનસી ફરિયાદ નોંધી હતી.
ત્યારે મોડી રાત સુધી આ વિસ્તારમાં અનેક હુક્કાબાર શોર બકોર સાથે ચાલુ હતા તો પોલીસે માત્ર કેન વી મીટ હુક્કાબારમાં જ કેમ રેડ કરી તેવો શંકા ઉપજાવતો સવાલ ઉભો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement