શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ઓઢવમાં ફાયરિંગ વિથ લૂંટની ઘટના, સોના-ચાંદીના દાગી લઈ લૂંટારુ થયા ફરાર
ઓઢવ વિસ્તારમાં આવેલી હિરાબા જ્વેલર્સ નામની દુકાનમાં કેટલાક શખ્સોએ ઘૂસી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરીને શો રૂમમાં હાજર લોકોને ડરાવ્યા બાદ લૂંટારુઓ સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગઈ હતા.
અમદાવાદઃ રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. સરકાર સબ સલામત હોવાનું ગાણું ગાઈ રહી છે પરંતુ હકીકત કઈંક અલગ જ છે. બુધવારે રાત્રે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં 5 રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ઘટના બની હતી.
મળતી માહિતી પ્રમાણે, ઓઢવ વિસ્તારમાં આવેલી હિરાબા જ્વેલર્સ નામની દુકાનમાં કેટલાક શખ્સોએ ઘૂસી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરીને શો રૂમમાં હાજર લોકોને ડરાવ્યા બાદ લૂંટારુઓ સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગઈ હતા. ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્વેલર્સમાં ફાયરિંગ વિથ લૂંટની વાત આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતાં સ્થળ પર લોકોનો ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement