AHMEDABAD : RSSની સમન્વય બેઠક, ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો બેઠકમાં રહેશે હાજર
RSS Samanvay Bethak : દર વર્ષે જુન અને નવેમ્બરમાં RSSની સમન્વય બેઠક યોજાય છે.
Ahmedabad : અમદવાદમાં કાંકરિયા ખાતે આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના મુખ્ય કાર્યાલય ડો.હેડગેવાર ભવન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય બેઠક યોજાઈ રહી છે. આ બેઠક પહેલા પહેલા ગુજરાત પ્રાંત પ્રચારક પ્રમુખ વિજય ઠાકરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે આયોજનના ભાગરૂપે સમન્વય બેઠક યોજાતી હોય છે. દર વર્ષે જુન અને નવેમ્બરમાં સમન્વય બેઠક યોજાય છે. આ બેઠકમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં વિવિધ જૂથના આગેવાનોના આચાર-વિચારનું આદાન-પ્રદાન થશે. RSSની આ સમન્વય બેઠકમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહીત ભાજપ તેમજ સંઘની વિવિધ શાખાના પદાધિકારીઓ હાજર રહેશે.
દેશનું સૌથી મોટું ડિગ્રી કૌભાંડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મસમોટું ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ ડિગ્રી કૌભાંડમાં આરોપીઓએ એટલી મોટી સંખ્યામાં નકલી ડિગ્રીઓ વેંચી છે કે આને દેશનું સૌથી મોટું ડિગ્રી કૌભાંડ કહી શકાય એમ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશના સૌથી મોટા ડિગ્રી કૌભાંડમાં આરોપીઓને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યા છે. આ હેકરે દેશની 60 જેટલી યુનિવર્સિટીની વેબસાઈટ હેક કરી 5000 નકલી ડિગ્રીઓ વેંચી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ 1 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીમાં ડિગ્રી વેંચતા હતા.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તો સાથે છેતરપીંડીની ફરિયાદ
શક્તિપીઠ અંબાજી મંદિર બહાર ભક્તો સાથે છેતરપીંડી થતી હોવાની ફરિયાદના આધારે અમદાવાદના એક માઇભક્તે પ્રસાદી વેચનાર દુકાનદાર વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા વિભાગ તેમજ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી અમદાવાદના વ્યક્તિને સુંધામાતા નામની દુકાનના દુકાનદારે “પાર્કિંગનો રસ્તો બતાવું એમ કહી કાર ઉભી રાખવી હતી અને કહ્યું કે જલ્દી જાઓ નહીંતર દર્શન નહીં થાય. અમારી દુકાનમાંથી પૂજાપો લઈ લો.” આવું કહ્યું.
દુકાનદારના કહેવાથી ફરિયાદીએ પૂજાપાની એક ટોપલી રૂ.250 ના દરે એમ બે ટોપલી લીધી હતી. જયારે ફરિયાદી દર્શન કરીને પરત આવતા દુકાનદારને 500 રૂપિયા આયોટા દુકાનદારે દાદાગીરી કરી હતી અને 680 લેખે બે ટોપલીના રૂપિયા 1360 રૂપિયા પડાવી દુકાનદારને બિલ પણ આપ્યું હતું.