શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલા શાર્પ શૂટરનો કોરોના રિપોર્ટ શું આવ્યો? જાણો વિગત
ઇરફાનની 18મી ઓગસ્ટના રોજ રિલીફ રોડથી ધરપકડ કરવામાં આવી છે. હવે ઇરફાનને પકડનાર આરોપીઓનો પણ કોરોના ટેસ્ટ કરાશે.
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના દિગ્ગજ ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલા શાર્પ શૂટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગેંગસ્ટર છોટા શકીલના સાગરીત ઇરફાન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે મુંબઈથી શાર્પ શૂટર અમદાવાદ આવ્યો હતો. જોકે, એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોર્ડ(એટીએસ)એ તેને ઝડપી પાડ્યો હતો.
નોંધનીય છે કે, ઇરફાનની 18મી ઓગસ્ટના રોજ રિલીફ રોડથી ધરપકડ કરવામાં આવી છે. હવે ઇરફાનને પકડનાર આરોપીઓનો પણ કોરોના ટેસ્ટ કરાશે. શાર્પ શૂટર રિલિફ રોડ પર આવેલા હોટલ વિનસમાં આવ્યો હતો. મુંબઈના ચૌહાણ હાજી મોહમ્મદના નામનું આધાર કાર્ડ આપી શાર્પ શૂટર હોટલમાં રોકાયો હતો. જોકે, તે ખોટા નામથી રોકાયો હોવાનું જાણવા મળ્યું છે. તેનું નામ ઇરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાળિયો છે. મૂળ મુંબઈ ચેમ્બુરનો રહેવાસી છે. તે મુંબઈથી બસ મારફતે અમદાવાદ આવ્યો હતો. આ શાર્ટ શૂટરના મોબાઇલમાંથી ગોરધન ઝડફિયાનો ફોટો પણ મળી આવ્યો છે. જે હોટલ વિનસના રૂમ નંબર 105માં રોકાયો હતો. આ શાર્પ શૂટરે કમલમ ખાતે રેકી કરી હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. શાર્પ શૂટર પાસેથી ઓટોમેટિક રિવોલ્વર પણ મળી આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion