શોધખોળ કરો

Gandhinagar: ખુશખબર! હવે મામુલી ફી ભરીને તમે ગુજરાતની તમામ યુનિવર્સિટી કે કોર્સમાં એડમિશન માટે કરી શકશો અરજી

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મારફત પ્રવેશ પ્રક્રીયાની તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓને ચોઇસ ભરવા સાથે ઓનલાઇન નોંધણી, બોર્ડનો ડેટા ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીનું પરિણામ વિદ્યાર્થીનો સીટ નંબર દાખલ કરવાથી જાતે જ ઉપલબ્ધ થશે.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ “ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS)” કાર્યરત રહેશે. સરકારી યુનિવર્સિટીઓના તમામ અભ્યાસક્રમો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને આવરી લેતી શરૂઆતથી અંત સુધીની એડમિશન પ્રક્રિયાને સંચાલિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સરળ અને સુરક્ષિત એપ્લિકેશન વિકસાવવામાં આવી છે.
 
મંત્રીએ ઉમેર્યું હતું કે, ઓડીટ ટ્રેઈલ દ્વારા ડેટામાં કરવામાં આવતા તમામ સુધારાની સંપૂર્ણ જાળવણી આ પોર્ટલ મારફત કરી શકાશે. હાલમાં દરેક વિદ્યાર્થી સરેરાશ રૂ. ૫૦૦ ખર્ચીને અંદાજે પાંચ કોર્સમાં અરજી કરે છે, તેની જગ્યાએ હવે GCAS દ્વારા નજીવી ફી માં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. વિદ્યાર્થીઓ માટે દરેક યુનિવર્સિટી અને કોર્સીસમાં પ્રવેશ મેળવવા માટેનો સમયગાળો પણ એક જ રહેશે. આ પોર્ટલ કાર્યરત થતા હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીને અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા નહિ કરવી પડે, જેથી યુનિવર્સિટીનો સમય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવામાં આવતા ફંડની બચત થશે.
 
આ પોર્ટલની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મારફત પ્રવેશ પ્રક્રીયાની તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓને ચોઇસ ભરવા સાથે ઓનલાઇન નોંધણી, બોર્ડનો ડેટા ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીનું પરિણામ વિદ્યાર્થીનો સીટ નંબર દાખલ કરવાથી જાતે જ ઉપલબ્ધ થશે. એડમિશનની સરળતા માટે સહાય કેન્દ્ર દ્રારા કોલેજ કક્ષાએ જ વિધાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરાશે, તેમજ નિયમ મુજબ મેરિટ બનાવવું અને વિદ્યાર્થીઓના ઓનલાઈન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા આ પોર્ટલ મારફત કરાઈ છે. 
 
તેમણે ઉમેર્યું કે, એડમિશન માટેનું કન્ફર્મેશન અને વિદ્યાર્થીઓ દ્વારા ફીની ઓનલાઈન ચુકવણી સહિત એસ.એમ.એસ/ઈમેલ દ્વારા માહિતી વિતરણની પણ સેવાઓ આ પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સાથે જ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી, કોલેજ તમામને OTP આધારિત લોગીનની સુવિધા અને શિક્ષણ વિભાગ, યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ માટે અલગ ડેશબોર્ડ, રિપોર્ટ્સ માટેની પણ આ પોર્ટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
 
મંત્રીએ પોર્ટલની વિશેષતાઓ અંગે વાત કરતા કહ્યું હતું કે, વિદ્યાર્થી દ્વારા એક જ પ્રવેશ ફી ભરીને એક સાથે ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં અને અલગ અલગ ફેકલ્ટીમાં અમર્યાદિત અરજી કરવાની સુવિધા આ પોર્ટલ થકી મળશે. યુનિવર્સિટીને પણ તેમના વિદ્યાર્થીનો ડેટા સિક્યોર એપ્લીકેશન દ્વારા મળશે. ગુજરાત રાજ્ય પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગતની તમામ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાનો ડેટા શિક્ષણ વિભાગને સિંગલ ક્લિક પર રીયલ ટાઈમમાં મળશે. સાથે જ ઓટો સ્કેલિંગ અને વિશ્વસનીયતા માટે ક્લાઉડ આધારિત સોલ્યુશન પણ આમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget