(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Riots Case: જેલમાંથી બહાર આવ્યા તિસ્તા સેતલવાડ, સુપ્રીમ કોર્ટે આપ્યા હતા વચગાળાના જામીન
Gujarat Riots Case: સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ 3 સપ્ટેમ્બર શનિવારના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
Gujarat Riots Case: સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ 3 સપ્ટેમ્બર શનિવારના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કથિત રીતે બનાવટી પુરાવાના આરોપસર તિસ્તાને આ જામીન આપ્યા છે. 25 જૂને તેની ધરપકડ કરવામાં આવી હતી.
પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવાનો નિર્દેશ
સેતલવાડની જામીન અરજીની યાદીમાં વિલંબ કરવા બદલ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટ સામે કડક ટીપ્પણી કરી હતી. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને ન્યાયમૂર્તિ સુધાંશુ ધુલિયાની બેન્ચે સેતલવાડને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિયમિત જામીન અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે સેતલવાડને ગુજરાત દંગામાં લોકોને ગેરકાયદેસર રીતે ફસાવવાના પુરાવાના બનાવટી આરોપોની તપાસમાં સંબંધિત એજન્સીને સહકાર આપવા જણાવ્યું હતું. બેન્ચે સેતલવાડને વચગાળાના જામીન આપતાં કહ્યું હતું કે એક મહિલા ગત 25 જૂનથી કસ્ટડીમાં છે. કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન, જરૂરી બાબતો પૂર્ણ થઈ ગઈ છે, તેથી વચગાળાના જામીન પર સુનાવણી થવી જોઈતી હતી.
કોર્ટે કહ્યું કે સેતલવાડ સાત દિવસની પોલીસ કસ્ટડીમાં છે. બેન્ચે કહ્યું કે આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી તે જામીન અરજી પર સુનાવણી કરી રહ્યો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે માત્ર એ વાત પર વિચાર કરી રહ્યા છીએ કે આવી અરજી પેન્ડિંગ દરમિયાન અપીલકર્તાને કસ્ટડીમાં રાખવામાં આવે કે પછી તેને વચગાળાના જામીન પર છોડવામાં આવે. અમે તેને વચગાળાના જામીન આપીએ છીએ.
આ પણ વાંચોઃ
Entertainment News: સુકેશ ચંદ્રશેખર ઠગાઈ મામલે EOW એ Nora Fatehi ની કરી પૂછપરછ, 6 કલાક પૂછ્યા સવાલ
Flood: પાકિસ્તાનનો 33 ટકા હિસ્સો જળમગ્ન, 1200થી વધુ લોકોના મોત, 3 કરોડો લોકો પ્રભાવિત
In Pics: બ્રહ્માસ્ત્રને પ્રમોટ કરવા સુપર ક્યુટ અંદાજમાં પહોંચી Alia Bhatt, બતાવ્યું Baby on Board….
Corona Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવશે કોરોનાની નેકસ્ટ જનરેશન વેક્સિન, જાણો શું છે ખાસિયતો
US Opens 2022: સેરેના વિલિયમ્સ યુએસ ઓપનમાંથી હાર, એગ્લા ટોમલ્જાનોવિકે આપી હાર