AHMEDABAD : SOG ક્રાઈમ બ્રાંચે કફ સિરપના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી
Ahmedabad News : આરોપીઓ પાસેથી કુલ 3500 કફ સીરપની બોટલ રૂ.6,30,000 અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂ.7,70,880 નો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો છે.
Ahmedabad : અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર કફ સિરપનું વેચાણ કરતાં ચાર આરોપીઓને જુહાપુરામાંથી પકડી પાડેલ છે. આરોપીઓ પાસેથી કુલ 3500 કફ સીરપની બોટલ રૂ.6,30,000 અને અન્ય ચીજવસ્તુઓ મળી ને કુલ રૂ.7,70,880 નો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો છે. મહંમદ વકાસ નામના આરોપી પાસે કફ સિરપ વેચવાનું લાઇસન્સ છે પરંતુ તે અન્ય જગ્યાનું છે.ચારે આરોપીઓ છેલ્લા દસેક દિવસથી આ ધંધો કરતા હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીઓ આ કફ સીરપની બોટલોને છૂટક રીતે તેમના ગ્રાહકોમાં વેચવામાં આવતી હતી. અરબાઝ નામના શખ્સને વેચાણ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો અને ત્યારે SOGએ તેને પકડી પાડ્યો. આરોપીઓ દ્વારા આ જથ્થો ક્યાંથી આયાત કરવામાં આવતો હતો તેની તપાસ ચાલી રહી છે.
20 લાખની ખંડણી માંગનાર 5 આરોપીઓની ધરપકડ
રાજકોટ શહેરમાં ડોક્ટર દંપત્તિને મારી નાખવાની ધમકી આપી 80 લાખની ખંડણી માંગનાર 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ પાંચ આરોપીઓએ પહેલા ડોક્ટર દંપત્તિના પુત્રનું અપહરણ કરવાનો ઘડ્યો હતો, જો કે અપહરણ કરવામાં આરોપીઓ સફળ થયા ન હતા. બાદમાં તેમણે ડોક્ટર દંપત્તિને મારી નાખવાની ધમકી આપી 80 લાખની ખંડણી માંગી હતી.
અમદાવાદમાં સર્જાઇ પેટ્રોલની અછત
અમદાવાદ શહેરમાં પેટ્રોલની અછત સર્જાઇ છે. પાલડી વિસ્તારમાં પેટ્રોલની અછત જોવા મળી છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ આઉટ ઓફ સ્ટોકના બોર્ડ લાગ્યા છે. ગઈ કાલ સાંજથી પેટ્રોલ અને ડીઝલનો જથો ખૂટી પડ્યો છે. અમદાવાદના નારોલ વિસ્તારના પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત. HPના પેટ્રોલ પંપમાં અનેક વાહનચાલકો હેરાન પરેશાન. ધીરે-ધીરે હવે અમદાવાદ શહેરમાં પણ પેટ્રોલની અછત વર્તાઈ રહી છે. પેટ્રોલનો સ્ટોક ઓછો હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. રાજ્યમાં 20 ટકા જેટલો પુરવઠો ઓછો આવી રહ્યો છે. અમદાવાદ હાઇવે બાદ શહેરી વિસ્તારના પેટ્રોલ પંપ ઉપર લાગી કતાર. અમદાવાદના આંબલી ગામના પેટ્રોલ પંપ પર કતાર. બોપલના કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાથી લાગી કતાર. જ્યાં પેટ્રોલનું વેચાણ શરૂ છે ત્યાં જોવા મળી કતાર. વડોદરા ડેપો પરથી સ્ટોક ન આવતો હોવાથી વેચાણ બંધ છે.