શોધખોળ કરો

Ahmedabad: બલ્ગેરિયન યુવતી સાથે કથિત હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર, રાજીવ મોદી સામે ન મળ્યા બળાત્કારના પુરાવા

અમદાવાદ:  કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોલા પોલીસે ગ્રામ્ય કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કર્યો છે.

અમદાવાદ:  કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોલા પોલીસે ગ્રામ્ય કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કર્યો છે. રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ લગાવેલ આરોપ પ્રમાણે પુરાવા ન મળ્યા હોવાનો પોલીસે દાવો કર્યો છે. આમ પહેલી નજરે રાજીવ મોદીને ક્લીનચીટ મળી ગઈ છે. 

તમને જણાવી દઈએ કે, રાજીવ મોદી અગાઉ 15મી ફેબ્રુઆરીએ સોલા પોલીસ સમક્ષ હાજર થઈ નિવેદન નોંધાવી ચૂક્યા છે. જો કે, આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં અને પુરાવા ન મળતા પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ A સમરી બાદ રાજીવ મોદીને ક્લિન ચીટ મળી ગઈ હોવાની વાત સામે આવી છે.

શું હતો મામલો

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેડિલા ફાર્મા કંપનીમાં માલિકની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી.જે બાદ આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આપવામાં આવ્યો હતો આદેશ

મૂળ બલ્ગેરિયાની યુવતીએ દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રીટ અરજી દાખલ કરી હતી. જે બાદ હવે કેડિલાના સીએમડી રાજીવ મોદી સામેની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો. પીડિત મહિલાની તરફેણમાં જસ્ટીસ એચ.ડી. સુધારે ચુકાદો આપ્યો હતો. જસ્ટીસે ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ આપ્યા હતા. જે પોલીસ અધિકારી સામે આક્ષેપ કર્યા તે અંગે તપાસ કરવા આદેશ અપાયા છે.  અહીં મહત્વનું છે કે મહિલા પોલીસ મથકના ACP હિમલા જોષીએ યુવતી પાસે કેટલાક કાગળો પર સહીઓ કરાવી લીધી હોવાની પણ વાત સામે આવી છે. મહિલા ACPએ યુવતીને તેનો સામાન પાછો અપાવવાનું કહીને સહીઓ કરાવી લઇ છેતરપિંડી કરી હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?

Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Embed widget