Rakshabandhan 2023: રક્ષાબંધનના તહેવારને લઈને એક્શનમાં પોસ્ટ વિભાગ, વોટર પ્રુફ કવરથી લઈને જાણો શું કરી અન્ય વ્યવસ્થા
Rakshabandhan 2023: રક્ષાબંધનના તહેવારને લઈને પોસ્ટ વિભાગ એક્શનમાં આવ્યું છે. એક સ્થાનેથી બીજા સ્થાને રાખડી મોકલવા માટે પોસ્ટ વિભાગ સેવાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે.
Rakshabandhan 2023: રક્ષાબંધનના તહેવારને લઈને પોસ્ટ વિભાગ એક્શનમાં આવ્યું છે. એક સ્થાનેથી બીજા સ્થાને રાખડી મોકલવા માટે પોસ્ટ વિભાગ સેવાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે ત્યારે વિભાગ તરફથી પણ રાખડી સમયસર પહોંચે તે માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે. રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાખડીનો સુરક્ષીત પહોચાડવા માટે પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામા આવી છે.
કેટલાક પોસ્ટ ઓફિસ પર ખાસ રક્ષાબંધનની પોસ્ટ માટે જ અલગથી કાઉન્ટર ફાળવવામાં આવ્યા છે. રક્ષાબંધનના તહેવારને લઈને રાજ્યભરમાંથી ચાલુ વર્ષે ચાર લાખથી વધારે રાખડી પાર્સલ મોકલવાનો લક્ષ્યાંક પોસ્ટ વિભાગ રાખી રહ્યું છે. ગુજરાત પરંતુ દેશના અલગ અલગ સ્થાનો અને વિદેશમાં પણ રાખડીઓ મોકલવામાં આવતી હોય છે. ચાલું વર્ષે રાખડીને સુરક્ષીત પહોચાડવા માટે પોસ્ટ વિભાગ દ્વારા નવા કવર તૈયાર કરવામા આવ્યા છે. આ કવર ટેમ્પર્ડ પ્રુફ અને વોટર પ્રુફ હોવાને કારણે રાખડીને નુકસાન થતુ નથી અને સુરક્ષીત રીતે તેને પહોચાડી શકાય છે. પોસ્ટ વિભાગ દ્વારા રક્ષાબંધનના દિવસે પણ પોસ્ટ વિભાગ કચેરી ચાલુ રાખીને રાખડી પહોચાડવાનુ કામ કરશે.
આ વર્ષે રક્ષાબંધન ક્યારે?
હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે સાવન 59 દિવસનો છે. આવો સંયોગ વર્ષો પછી બની રહ્યો છે. અધિક માસના કારણે સમગ્ર તહેવારમાં વિલંબ જોવા મળશે. પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટે ઉજવવામાં આવશે. જો કે રક્ષાબંધનના દિવસે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભદ્રકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. ભદ્રકાળમાં અશુભ સમય હોય છે, તેથી બહેનોએ તેમના ભાઈઓના કાંડા પર રાખડી માત્ર શુભ સમયે જ બાંધવી જોઈએ.
રાખડી બાંધવાનો શુભ સમય
પંચાંગ અનુસાર, દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. સાવન પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 10:59 થી શરૂ થશે. ભદ્રા પૂર્ણિમાની તિથિથી શરૂ થશે, જે રાત્રે 09:02 સુધી ચાલશે. શાસ્ત્રોમાં ભદ્રા કાળમાં શ્રાવણી પર્વ મનાવવાનો નિષેધ જણાવવામાં આવ્યો છે અને આ દિવસે ભદ્રાનો કાળ 09:02 સુધી રહેશે. આ સમય પછી જ રાખડી બાંધવી વધુ યોગ્ય રહેશે.પૌરાણિક માન્યતા અનુસાર બપોરનો સમય રાખડી બાંધવા માટે શુભ છે, પરંતુ જો બપોરનો સમય ભદ્રા કાળ હોય તો પ્રદોષ કાળમાં રાખડી બાંધવી શુભ ગણાય છે.