શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે અમદાવાદના આંગણે આવી પહોંચી ‘સ્પેશિયલ કાર’, જાણો
ડોલાન્ડ ટ્રમ્પ માટે સ્પેશિયલ યુએસથી સુરક્ષા સાધનો એરક્રાફ્ટ મારફતે આવી પહોંચ્યાં છે. જેમાં એક કાર કે જેના ઉપર 360 ડિગ્રી કેપ્ચર કરી શકે તેવા સુવિધાવાળો કેમેરો લગાવવામાં આવ્યો છે
અમદાવાદઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને યુએસ સિક્રેટ એજન્ટ્સ સુરક્ષા વ્યવસ્થા પર ખૂબ જ એલર્ટ રહેતી હોય છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં જાય તે પહેલા તે એજન્સી ત્યાં પહોંચીને તમામ તપાસ કરે છે. ત્યારે આ માટે તેમણે સ્પેશિયલ યુએસથી સુરક્ષા સાધનો એરક્રાફ્ટથી મગાવ્યા છે. જેમાં એક કાર કે જેના ઉપર 360 ડિગ્રી કેપ્ચર કરી શકે તેવા સુવિધાવાળો કેમેરો લગાવવામાં આવ્યો છે.
આ કાર સ્પેશિયલ યુએસથી મંગાવવામાં આવી છે. જેની કિંમત અંદાજે 1 કરોડ 25 લાખ રૂપિયા જેટલી હોવાનું ઈન્ટરનેટના માધ્યમથી જાણવા મળ્યું છે. આ કેમેરાનું સીધું કનેક્શન ગુજરાત પોલીસ અને સિક્રેટ સર્વિસના એજન્ટ્સના રૂમમાં હશે. જેના માટે ગુજરાત પોલીસના ઓફિસર્સ અને સિક્રેટ સર્વિસના એજન્ટે બેઠકનું આયોજન કર્યું હતું. આ સિવાય એરફોર્સ માટે પણ સ્પેશિયલ સિક્યોરિટી ફાળવવામાં આવશે.
ધ વ્હાઈટ હાઉસ કોમ્યુનિકેશન્સ એજન્સી (ડબ્લ્યૂએચસીએ) રોડરનર કાર દરેક અમેરિકી પ્રમુખના કાફલાનો ભાગ છે. તે મોબાઈલ, કમાન્ડ-કન્ટ્રોલ વ્હીકલ તરીકે ઓળખાય છે. આ સુરક્ષા કારની નંબર પ્લેટ પર પણ યુએસ ગવર્મેન્ટ ફોર ઓફિશિયલ યુઝ ઓન્લી લખવામાં આવ્યું છે.
આ વાહન અમેરિકી પ્રમુખના કાફલાનું મુખ્ય સંદેશા વ્યવહાર હબ છે. આમાં ટ્રાન્સપોન્ડર, એન્ટેના, સેટેલાઈટ કોમ્યુનિકેશન, વીએચએફ એન્ટેના જેવી સુવિધા હોય છે. તે અમેરિકી સિક્રેટ સર્વિસ કમાન્ડની વિશેષ એસયુવી છે. આ કાર સોમવારે અમદાવાદમાં જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion