મીડિયામાં નિવેદન આપતા હાર્દિક પટેલને અર્જુન મોઢવાડિયાએ આપી ચીમકી
અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ અંગે હવે પાર્ટીના સિનિયર નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. હાર્દિક પટેલ વારંવાર મીડિયા સમક્ષ કોંગ્રેસથી નારાજ હોવાનું નિવદેન આપી રહ્યા છે
Arjun Modhwadia on Hardik Patel : છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ અંગે હવે પાર્ટીના સિનિયર નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. હાર્દિક વારંવાર મીડિયા સમક્ષ નિવદેન આપી રહ્યો છે જેને લઈને હવે કોંગ્રેસના સિનિયર નેતાઓ મેદાને આવ્યા છે. પહેલા અમિત ચાવડા, જગદીશ ઠાકોર અને ભરત સિંહ સોલંકીના નિવેદન બાદ હવે હાર્દિક પટેલ પર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે, કાર્યકરો કે આગેવાનોએ પોતાની લક્ષ્મણ રેખા ઓળંગવી ન જોઈએ. લક્ષ્મણ રેખામા ન રહે તો પક્ષ કાર્યવાહી કરે છે. કોંગ્રેસ પક્ષ દરેકને સુધરવાનો મોકો આપે છે. કોંગ્રેસ પાર્ટીને કોઈને કામ કરવા અંગે કે આગેવાની કરવા માટે કોઈ રોકતું નથી. કોઈએ બહાર જવું હોય તો તેમણે નિર્ણય કરવો જોઈએ. હોદ્દો મળ્યા બાદ વારંવાર સન્માન મળે તે જરૂરી નથી. હાર્દિક પટેલે જવાબદારી નિભાવવી જોઈએ.
કોંગ્રેસના કયા કદ્દાવર નેતાએ પોતાને નાનો કાર્યકર ગણાવી હાર્દિકને ગણાવ્યો મોટો નેતા
પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ નિવેદન બાજી કરનારા હાર્દિક પટેલ પર ભરતસિંહ સોલંકીએ વ્યંગ કર્યો છે. તેમણે પોતાને નાનો કાર્યકર ગણાવી હાર્દિકને મોટો નેતા ગણાવ્યો છે. ઉપરાંત હાર્દિક મુદ્દે પક્ષના હાઈકમાંડ નિર્ણય કરશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું, હાર્દિક પટેલ અંગે મને કરતાં હાર્દિકને પૂછો તે યોગ્ય રહેશે. અમારી પાર્ટી સક્ષમ છે. જ્યારે જે નિર્ણય લેવા પડશે તે સમય પ્રમાણે નિર્ણય લેવાશે. કોંગ્રેસના બંધારણ પ્રમાણે નેતૃત્વ કરશે.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું, ચિંતન શિબિરમાં મુખ્ય છ મુદ્દાઓ પર ચર્ચા થઈ. ગુજરાતની ચૂંટણી અને 20224ની લોકસભાની ચૂંટણીની ચર્ચા થઈ છે. ગુજરાતે દેશને તમામ બાબતે નેતૃત્વ પૂરું પાડ્યું છે. આજે દેશમાં ગુજરતાનું નેતૃત્વ પૂરું પાડવાનું કામ ચાલી રહ્યું છે.
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંક ગાંધી
ભરતસિંહ સોલંકીએ કહ્યું, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે કોંગ્રેસના નેતાઓ આવશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આવશે. રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી અને મંત્રીઓ પણ પ્રચાર માટે આવશે. કેન્દ્રના આગેવાનો ગુજરાતના આગેવાનો સાથે મળીને ચૂંટણી લડશે.