શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને તતડાવી નાંખીઃ લોકો સરકારની દયા પર નથી જીવતા, સરકાર વળતર ચૂકવીને ઉપકાર નથી કરતી....

કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવા મામલે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ધૂળ કાઢી નાંખી હતી.

અમદાવાદઃ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવા મામલે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ધૂળ કાઢી નાંખી હતી. ગુજરાત સરકારને બરાબર તતડાવતાં કહ્યું હતું કે, સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી અને મૃતકોના પરિજનોને વળતર ચુકવણીમાં વિલંબ નહીં ચલાવી લેવાય.

ગુજરાત સરકારે આ વિલંબ બદલ માફી માગતાં સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરીને કહ્યું હતું કે,  સરકારો માફી માંગે એ નહિ ચાલે કેમ કે લોકો સરકારની દયા પર નથી જીવતા. કોર્ટે આકરો સવાલ પણ કર્યો હતો  કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવા મામલે થયેલી અરજી નકારી કાઢો છો ત્યારે તેના માટે કોઈ કારણ આપો છો ?

આજની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વિકાર્યુ કે, સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે. અત્યાર સુધીમાં 91, 810 અરજીઓ આવી છ કે જેમાંથી 58840 અરજીઓ મંજુર કરાઈ છે જ્યારે 15000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે5000 જેટલી અરજીઓ રિજેક્ટ કરાઈ છે અને 11000 જેટલી અરજીઓ પ્રોસેસમાં છે

ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ પ્રતિ મિનિટે કેટલા કેસ નોંધાઈ રહ્યા છે? એક જ અઠવાડિયામાં એક્ટિવ કેસ થયા બમણા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના એક દિવસમાં રેકોર્ડ બ્રેક 17 હજારથી વધુ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયા પછી પહેલીવાર એક દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. હવે આ સ્થિતિમાં ગુજરાતમાં પ્રતિ મિનિટે 12 વ્યક્તિ કોરોના પોઝિટીવ થઈ રહ્યા છે. એટલું જ નહીં, એક અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસો બમણા થઈ ગયા છે. 

ગુજરાતના રેકોર્ડબ્રેક દૈનિક કેસોની વાત કરીએ તો ગઈ કાલે 18 જાન્યુઆરીએ 17,119 કેસ નોંધાયા હતા. આ પહેલા ગત 30 એપ્રિલ 2021ના દિવસે 14,605, 27 એપ્રિલે 2021એ 14,352, 26 એપ્રિલે 14,340 હાઈએસ્ટ કેસો નોંધાયા હતા. તો 29 એપ્રિલ 2021એ 14,327 અને 28 એપ્રિલે 2021એ 14,120 કેસ નોંધાયા હતા. 

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17119  કેસ નોંધાયા છે. બીજી તરફ 7883  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,66,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  10 મોત થયા. આજે 3,17,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5998, સુરત કોર્પોરેશનમાં 3563,  વડોદરા   કોર્પોરેશનમાં 1539,  રાજકોટ કોર્પોરેશનમાં 1336,  સુરતમાં 423,  ગાંધીનગર કોર્પોરેશનમાં 409, ભાવનગર કોર્પોરેશનમાં 399, મોરબી 318, વલસાડ 310, જામનગર કોર્પોરેશન 252, મહેસાણા 240, નવસારી 211, ભરુચ 206, કચ્છ 175, બનાસકાંઠા 163, વડોદરા 131, રાજકોટ 125, પાટણ 119, જૂનાગઢ કોર્પોરેશન 116, ભાવનગર 102, જામનગર 102, ખેડા 85, અમદાવાદ 80, સુરેન્દ્રનગર 78, અમરેલી 76, ગાંધીનગર 74, આણંદ 65, દાહોદ 62, સાબરકાંઠા 51, નર્મદા 48, પંચમહાલ 45, ગીર સોમનાથ 42, મહીસાગર 39, દેવભૂમિ દ્વારકા 34, પોરબંદર 30, તાપી 30, જૂનાગઢ 15, બોટાદ 12, અરવલ્લી 10, છોટા ઉદેપુર 3 અને ડાંગમાં 3 કેસ નોંધાયા છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 79600 કેસ છે. જે પૈકી 113 વેન્ટીલેટર પર છે, જ્યારે 79487 નાગરિકો સ્ટેબલ છે. 866338 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,174 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3,સુરત  કોર્પોરેશનમાં 2, સુરત 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વલસાડમાં  એક દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 415 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 8068 લોકોને પ્રથમ અને 36606 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 43302 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 104040 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 57420 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 67229 લોકોને અપાયો છે.  આજે કુલ 3,17,089 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,53,79,500 લોકોને રસી અપાઈ છે.

Gujarat Corona : ગુજરાતમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 17 હજારથી વધુ કેસો નોંધાયા, જાણો વિગત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના એક દિવસમાં રેકોર્ડ બ્રેક 17 હજારથી વધુ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયા પછી પહેલીવાર એક દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ કેસોની વાત કરીએ તો ગઈ કાલે 18 જાન્યુઆરીએ 17,119 કેસ નોંધાયા હતા. આ પહેલા ગત 30 એપ્રિલ 2021ના દિવસે 14,605, 27 એપ્રિલે 2021એ 14,352, 26 એપ્રિલે 14,340 હાઈએસ્ટ કેસો નોંધાયા હતા. તો 29 એપ્રિલ 2021એ 14,327 અને 28 એપ્રિલે 2021એ 14,120 કેસ નોંધાયા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુરRishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?
UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Embed widget