શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદથી મુંબઈ માત્ર સાડા છ કલાકમાં જ પહોંચાડશે આ ટ્રેન, જાણો કયારથી થશે શરૂ અને કેવી છે સુવિધા
ભારતીય રેલવેના 166 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મોટું પરિવર્તન ખાનગી ટ્રેનો દોડાવવાનું કરવામાં આવ્યું છે. પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ નવેમ્બરમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડી શકે છે
અમદાવાદઃ ભારતીય રેલવેના 166 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મોટું પરિવર્તન ખાનગી ટ્રેનો દોડાવવાનું કરવામાં આવ્યું છે. પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ નવેમ્બરમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડી શકે છે. કેન્દ્ર સરકારે આ ટ્રેન IRCTCને ભાડે આપી છે. ટુક સમયમાં તેજસ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે. આ ટ્રેન અમદાવાદ આવી પહોંચી છે.
ભારતમાં પીપીપી ધોરણે બે ટ્રેન દોડશે.જેમાં એક અમદાવાદ થી મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન દોડશે. 200ની સ્પીડે ટ્રેન દોડશે. જેમાં વડોદરા અને સુરત બે જ સ્ટોપેજ આવશે. ટ્રેનનું સંચાલન IRCTC કરશે. ટિકિટથી લઈ તમામ સુવિધા IRCTC આપશે.
તેજસ ટ્રેન એક સપ્તાહમાં 6 દિવસ દોડશે.6.30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જવાશે. તેજસ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા,સિટી પર એલસીડી સ્ક્રીન,સીસીટીવી,દરેક કોચમાં ચા,ફોફી માટે વેંડિંગ મશીન,અને મનપસંદ ભોજન પણ મળશે.આ ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે આઈઆરસીટીસી સ્ટાફ રહેશે.જોકે આ ટ્રેન ટુક સમયમાં શરૂ કરવામાં આવશે. અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડી અને બપોરે 1.10 વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે ઉપડી અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેનનું ભાડું ઉપરોક્ત માર્ગ પર દોડતા વિમાનથી 50 ટકા ઓછું હશે. આ ટ્રેનને એક અલગ પ્રકારનો નંબર આપવામાં આવશે.
નવા ફીચર્સ સાથે હોન્ડાનું BS 6 સ્કૂટર Activa 125 થયું લોન્ચ, જાણો શું છે કિંમત
દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું, જાણો માત્ર 3 કલાકમાં કેટલો વરસાદ ખાબક્યો
હાર્દિક પટેલની વધી શકે છે મુશ્કેલી, જાણો કયા કેસમાં હાજર રહેવા અપાઈ નોટિસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion