Team India: ન્યૂઝીલેન્ડ સામે અંતિમ ટી 20 મેચ રમવા અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા
અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમ વિસ્તારાની ચાર્ટડ ફલાઇટમાં ગુજસેલ ખાતે આવી પહોંચી છે. ભારત ન્યુઝીલેન્ડ શ્રેણીની અંતિમ ટી20 મેચ અમદાવાદમાં રમાવાની છે.
અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમ વિસ્તારાની ચાર્ટડ ફલાઇટમાં ગુજસેલ ખાતે આવી પહોંચી છે. ભારત ન્યુઝીલેન્ડ શ્રેણીની અંતિમ ટી20 મેચ અમદાવાદમાં રમાવાની છે. લખનૌ ખાતે ન્યુઝીલેન્ડ સામેના મુકાબલામાં વિજય મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા અમદાવાદ આવી પહોંચી છે. 1 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ મેચ ટી20 મેચ રમાશે. હાલમાં આ શ્રેણી 1-1થી બરાબર પર છે.
લખનઉમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં બન્યો આ મોટો રેકોર્ડ
લખનઉમાં રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતને 100 રનનો ટાર્ગેટ હતો. જોકે, ટીમ ઈન્ડિયાએ તેને બનાવવામાં પોતાનો પરસેવો છૂટી ગયો હતો. વેલ, કોઈક રીતે ભારતે 19.5 ઓવરમાં ટાર્ગેટનો પીછો કરી લીધો. પોતાની પાવર હિટિંગ માટે વિશ્વ ક્રિકેટમાં મિસ્ટર 360 ડિગ્રી તરીકે ઓળખાતા સૂર્યકુમાર યાદવે 31 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ મેચમાં સૂર્યકુમાર યાદવે 31 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમને મેચ જીતવા માટે 2 બોલમાં 3 રનની જરૂર હતી ત્યારે સૂર્યાએ જ ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને આ રોમાંચક મેચ જીતાડવી હતી. તે 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે ચૂંટાયો હતો. મેચ બાદ તેણે લખનઉની આ મુશ્કેલ પીચ પર બેટિંગ કરવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો.
T20 ઈન્ટરનેશનલમાં દુનિયાના નંબર વન બેટ્સમેને લખનૌની પીચની કસોટી કરી અને પછી ખુબ સમજદારી સાથે બેટિંગ કરી. અવારનવાર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરતો સૂર્યા આ મેચમાં સંયમથી રમ્યો અને અંત સુધી ક્રિઝ પર રહ્યો. સૂર્યકુમારે આ સ્પિનર-મૈત્રીપૂર્ણ પીચ પર પોતાનું સંયમ બતાવ્યું અને સાબિત કર્યું કે તે સમયના આધારે તેની શૈલી બદલી શકે છે. મુશ્કેલ પીચ પર, તે અંત સુધી ઊભો રહ્યો અને મહત્વપૂર્ણ પ્રસંગે ચોગ્ગો ફટકારીને તેની ટીમને વિજય અપાવ્યો. આ કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ન્યુઝીલેન્ડે બનાવ્યા 99 રન
T20 ક્રિકેટમાં સિક્સ વગર બંને ટીમની ઈનિંગ
આ મેચની સૌથી ખાસ વાત એ હતી કે ટી20 મેચમાં એકપણ સિક્સ લાગી નહોતી. ટી20માં માત્ર ચોથી વખત આવું થયું છે. આ મેચમાં સૌથી મોટો રેકોર્ડ બન્યો હતો. બંને ટીમો મળીને 239 બોલ રમી હતી અને એક પણ સિક્સ મારી નહોતી. આ પહેલા 2021માં બાગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં પણ 238 બોલ રમાયા બાદ પણ સિક્સ લાગી નહોતી.
- 239 બોલ ભારત વિ ન્યુઝીલેન્ડ, લખનઉ, 29 જાન્યુઆરી, 2023
- 238 બોલ, બાંગ્લાદેશ વિ ન્યુઝીલેન્ડ, મિરપુર, 2021
- 223 ઈંગ્લેન્ડ વિ પાકિસ્તાન, 2010
- 207 બોલ શ્રીલંકા વિ ભારત, કોલંબો, 2021