શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનાનો ટેસ્ટનો ચાર્જ દેશમાં સૌથી ઉંચો, જાણો અન્ય રાજ્યોમાં કેટલો છે ચાર્જ
આઈસીએમઆર વધુમાં વધુ ટેસ્ટીંગ થાય તે બાબત ઉપર જોર આપે છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે ટેસ્ટિંગ માટેનો ખર્ચ જાવબી હોય.
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ટેસ્ટિંગ માટે ખાનગી લેબોરેટરી દ્વારા લેવાતો 4500 રૂપિયાનો ચાર્જ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઘણો ઉંચો હોવની ફરિયાદ ઉઠી છે.
દરમાં ઘટાડો કરીને લોકો વધુમાં વધુ તેનો લાભ લઈ શકે તે માટે અમદાવાદ મેડિકલ એસો. દ્વારા મુખ્યમંત્રી, ડે. મુખ્યમંત્રી અને હેલ્થ વિભાગના અગ્ર સચીવ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આઈસીએમઆર વધુમાં વધુ ટેસ્ટીંગ થાય તે બાબત ઉપર જોર આપે છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે ટેસ્ટિંગ માટેનો ખર્ચ જાવબી હોય. અગાઉ કેન્દ્ર અને આઈસીએમઆર દ્વારા 4500 ચાર્જ નક્કી થયા તે સમયે કીટ વિદેશથી આવતી હતી અને મોંઘી પડતી હતી.
હવે કીટ દેશમાં બનવા માંડી છે અને તેના ભાવ 700 રૂપિયાની આસપાસ હોય છે. પીપીઈ કીટ વગેરેના ખર્ચ સાથે ટેસ્ટનો ખર્ચ 1700થી 1900થી વધુ ના થાય તો પછી 4500 શા માટે વસુલવામાં આવે છે.
બીજી તરફ હવે ચાર્જ ઘટાડવાની સત્તા રાજ્યની સરકારોને આપી છે, અને એટલે જ મેડિકલ એસો.એ સરકાર સમક્ષ રજૂઆત કરી છે. બીજી તરફ ઉંચા દર લઇને કેટલાંકે ઉંચી કમાણી કરવા માંડી છે. સરકારમાં બેઠેલાઓ અને ખાનગી લેબવાળાએ રોગચાળાને કમાણીનું સાધન બનાવી દીધું છે. તમામ સ્તરે કમાણીની મનોવૃત્તી ઉભી થઇ ગયાનું જણાય છે. અન્ય રાજ્યોમાં ઓછાદર પોસાય છે, તો ગુજરાતમાં જ સૌથી ઉંચા દર કેમ તે સવાલ ઊભો થયો છે.
અન્ય રાજ્યમાં ટેસ્ટ માટે લેવાતા ચાર્જની વાત કરીએ તો, આંધ્ર પ્રદેશમાં 2400થી 2900 રૂપિયા, દિલ્હીમાં 2400 રૂપિયા, મહારાષ્ટ્રમાં 2200થી 2800 રૂપિયા, તેલંગાણામાં 2200થી 2800 રૂપિયા, તમીલનાડુમાં 2500થી 3000 રૂપિયા, રાજસ્થાનમાં 2200 રૂપિયા, કર્ણાટકમાં 2600થી 4500 રૂપિયા અને ગુજરાતમાં 4500 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement