શોધખોળ કરો

Ahmedabad: ફલાવર શો લંબાવવાનો નિર્ણય, હવે 15 જાન્યુઆરીને બદલે આ તારીખ સુધી નિહાળી શકશો

અમદાવાદના ફ્લાવર શોની તારીખ લંબાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. ફ્લાવર શોને સારો પ્રતિસાદ મળતાં આખરે આ નિર્ણય લેવાયો છે.

અમદાવાદ ફ્લાવર શોની તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ નહિ પરંતુ 20 જાન્યુઆરીએ થશે. એટલે કે હવે અમદાવાદ રિવરફ્રન્ટામાં આયોજીત આ ફ્લાવર શો હવે 20 જાન્યુઆરી સુધી ચાલશે.31 ડિસેમ્બરથી શરૂ થયેલો  ફલાવર શો હવે 20 જાન્યુઆરી સુધી ચાલશે. આખરે નાગરિકોના ઘસારાને જોતા આ  નિર્ણય લેવામાં આવ્યો છે.  

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર AMCએ ગત તા.31મી ડિસેમ્બરથી ફ્લાવર શોનું આયોજન કર્યું  છે. આ ફ્લાવર શોને સારો પ્રતિસાદ મળતાં તેને લંબાવવાો નિર્ણય કરવામા આવ્યો છે. અહી રોજ મોટી સંખ્યામાં શહેરીજનો ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યાં હોવાથી  છેલ્લા એક સપ્તાહમાં 3.11 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેનથી એમએમસીને 1.80 લાખની આવક થઈ છે. સૌથી વધારે રવિવારે 31 ડિસેમ્બરના રોજ 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. ફલાવર શોમાં વધતી જતી ભીડને લઇને  એએમસીએ  રાત્રે 11 વાગ્યા સુધી ફ્લાવર શો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેના કારણે રોજના 40  હજારથી વધુ લોકો  ફલાવર શો નિહાળવા માટે આવી આવી રહ્યા છે. રિવર ફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા લેવામાં આ‌વે છે.  જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂ. 75 ફી પેટે વસૂલવામાં આ‌વે છે. આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવે છે.  ફ્લાવર શોમાં 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા  છે.  7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે.જે આકર્ષણનું કેન્દ્ર છે. 

ઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો- 2024નું આયોજન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે. ફ્લાવર શોનો પ્રારંભ  31 ડિસેમ્બરથી થયો હતો અને આ ફ્લાવર શો   15 જાન્યુઆરીએ પૂર્ણ થશે. દરરોજ મોટી સંખ્યામાં લોકો ફ્લાવર શો નિહાળવા આવે છે. રાજ્યના અન્ય શહેરોમાંથી જ નહિ પરંતુ અહીં આ શો નિહાળવા માટે વિદેશમાંથી પણ મહેમાનોનું આગમન ચાલુ જ છે.

દરેક વ્યક્તિ અમદાવાદમાં આ ફૂલ પ્રદર્શનના સાક્ષી બનવા માંગે છે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર પાંચ દિવસમાં 3 લાખથી વધુ લોકો આવ્યા છે અને 20 જાન્યુઆરી સુધીમાં આ સંખ્યા 10 લાખને પાર કરી જશે. ફ્રાન્સનું એક પ્રવાસી યુગલ ફૂલોનું પ્રદર્શન જોઈને અભિભૂત થઈ ગયું અને કહ્યું કે આ અદભૂત નજારો છે. અમે ફ્રાન્સમાં પણ આ કરી શક્યા નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે આયોજિત 11મો ફ્લાવર શો છે. જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂલ પ્રદર્શનો યોજવામાં આવે છે. તે આ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય વારસાથી લઈને નવીનતમ ચંદ્રયાન સુધીની કલાકૃતિઓ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં વડનગરનું કીર્તિ સ્તંભ, મોઢેરા સૂર્ય મંદિર, સરદાર વલ્લભભાઈ પટેલ, નવું સંસદ ભવન, ચંદ્રયાન અને સાત ઘોડા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રદર્શનમાં 15 લાખથી વધુ ફૂલોના છોડ રાખવામાં આવ્યા છે. તેણે સમગ્ર લેન્ડસ્કેપમાં આર્ટવર્કને સાચવી રાખ્યું છે. પાંચ દિવસમાં 3 લાખથી વધુ ટિકિટનું વેચાણ થયું છે અને 12 વર્ષ સુધીના બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી રહી છે. 15 જાન્યુઆરી સુધીમાં 10 લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા છે.

ફલાવર એક્ઝિબિશનની મુલાકાતે આવેલા એક ફ્રેન્ચ કપલે કહ્યું કે ભારત આવીને ખૂબ આનંદ થયો. જે રીતે ફૂલોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તે અદભૂત છે. અહીં અનેક પ્રકારના ફૂલો જોવા મળ્યા છે. ફ્રાન્સમાં પણ આવા જ ફૂલો છે પરંતુ અમે તેને ફ્રાન્સમાં આ રીતે પ્રદર્શિત કરી શક્યા નથી. તે ખૂબ જ વિશાળ છે અને ફૂલોની ઘણી જાતો જોવા મળી છે. આ એક યાદગાર ક્ષણ છે. મુલાકાતી નમ્રતા જીગર પટેલે જણાવ્યું હતું કે, "હું અમદાવાદમાં ફ્લાવર ડિસ્પ્લે જોવા માટે આવી છું. અહીં આવીને હું ખૂબ જ ખુશ છું. અહીં ઘણા સુંદર ફૂલો છે. બાળકો પણ અહીં પ્રકૃતિ સુંદરતાને ખૂબ માણી રહ્યાં છે. અહીં જે હેરિટેજ સર્જાયો છે તે ખરેખર છે. સુંદર." .દરેક વ્યક્તિએ એકવાર આવવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ફિલિપાઇન્સમાં ભૂકંપથી મોટી તબાહી, 26 લોકોના મોત, 147થી વધુ ઘાયલ, કેટલીય ઇમારતો ધરાશાયી
ફિલિપાઇન્સમાં ભૂકંપથી મોટી તબાહી, 26 લોકોના મોત, 147થી વધુ ઘાયલ, કેટલીય ઇમારતો ધરાશાયી
ક્રિએટર્સની બલ્લે-બલ્લે, Facebook લાવ્યું નવુ ફિચર, હવે કમાણી થઇ જશે બેગણી, જાણો ડિટેલ્સ
ક્રિએટર્સની બલ્લે-બલ્લે, Facebook લાવ્યું નવુ ફિચર, હવે કમાણી થઇ જશે બેગણી, જાણો ડિટેલ્સ
લાહૌર 1947 ક્યારે થશે રિલીઝ ? સની દેઓલ ક્યારે કરશે ફિલ્મનું શૂટિંગ શરૂ ? જાણો
લાહૌર 1947 ક્યારે થશે રિલીઝ ? સની દેઓલ ક્યારે કરશે ફિલ્મનું શૂટિંગ શરૂ ? જાણો
હવે ગરમ કપડાં તૈયાર રાખો! આ વર્ષે ગાત્રો થીજાવતી ઠંડી પડવાની આગાહી, આ તારીખથી શિયાળો ફૂલ ફોર્મમાં આવશે
હવે ગરમ કપડાં તૈયાર રાખો! આ વર્ષે ગાત્રો થીજાવતી ઠંડી પડવાની આગાહી, આ તારીખથી શિયાળો ફૂલ ફોર્મમાં આવશે
Advertisement

વિડિઓઝ

હું તો બોલીશ | વ્યાજખોરીના દૂષણનું દહન ક્યારે?
હું તો બોલીશ | સ્કુલના સમયે કોચિંગ કેમ?
Gujarat Rain: આગામી સાત વરસાદની આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવશે
સુરેન્દ્રનગરમાં વનકર્મી પર 10 શખ્સોનો હુમલો, કાર અથડાવ્યા બાદ લાકડી વડે માર્યો માર
Surat: સુરત દાંડી રોડ પર અકસ્માત, બેકાબૂ કાર રોડની સાઈડમાં કાંસમાં ખાબકતા બેના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફિલિપાઇન્સમાં ભૂકંપથી મોટી તબાહી, 26 લોકોના મોત, 147થી વધુ ઘાયલ, કેટલીય ઇમારતો ધરાશાયી
ફિલિપાઇન્સમાં ભૂકંપથી મોટી તબાહી, 26 લોકોના મોત, 147થી વધુ ઘાયલ, કેટલીય ઇમારતો ધરાશાયી
ક્રિએટર્સની બલ્લે-બલ્લે, Facebook લાવ્યું નવુ ફિચર, હવે કમાણી થઇ જશે બેગણી, જાણો ડિટેલ્સ
ક્રિએટર્સની બલ્લે-બલ્લે, Facebook લાવ્યું નવુ ફિચર, હવે કમાણી થઇ જશે બેગણી, જાણો ડિટેલ્સ
લાહૌર 1947 ક્યારે થશે રિલીઝ ? સની દેઓલ ક્યારે કરશે ફિલ્મનું શૂટિંગ શરૂ ? જાણો
લાહૌર 1947 ક્યારે થશે રિલીઝ ? સની દેઓલ ક્યારે કરશે ફિલ્મનું શૂટિંગ શરૂ ? જાણો
હવે ગરમ કપડાં તૈયાર રાખો! આ વર્ષે ગાત્રો થીજાવતી ઠંડી પડવાની આગાહી, આ તારીખથી શિયાળો ફૂલ ફોર્મમાં આવશે
હવે ગરમ કપડાં તૈયાર રાખો! આ વર્ષે ગાત્રો થીજાવતી ઠંડી પડવાની આગાહી, આ તારીખથી શિયાળો ફૂલ ફોર્મમાં આવશે
Crime News: અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, ₹61 લાખ સામે ₹1.68 કરોડ વસૂલ્યા, છતાં વધુ ₹2.20 કરોડની ઉઘરાણી
Crime News: અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, ₹61 લાખ સામે ₹1.68 કરોડ વસૂલ્યા, છતાં વધુ ₹2.20 કરોડની ઉઘરાણી
ચેન્નઈના થર્મલ પાવર સ્ટેશનમાં 30 ફૂટ ઉંચાઈ પરથી તૂટી કમાન, દબાઈ જતા 9 લોકોના મોત 
ચેન્નઈના થર્મલ પાવર સ્ટેશનમાં 30 ફૂટ ઉંચાઈ પરથી તૂટી કમાન, દબાઈ જતા 9 લોકોના મોત 
હવે કારમાં એકલા મુસાફરી કરવા પર લાગી શકે છે 'કન્જેશન ટેક્સ', આ રાજ્યમાં વધતા ટ્રાફિકને હળવો કરવા સરકારનો મોટો નિર્ણય
હવે કારમાં એકલા મુસાફરી કરવા પર લાગી શકે છે 'કન્જેશન ટેક્સ', આ રાજ્યમાં વધતા ટ્રાફિકને હળવો કરવા સરકારનો મોટો નિર્ણય
આગામી 5  દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
આગામી 5  દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Embed widget