કોરોનાના કેસ વધતા સરકારે શરૂ કરી આ સેવા, એક ફોન કરીને શું મેળવી શકશો?
સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં સરકારોએ પણ નિયંત્રણો લાદી દીધા છે
અમદાવાદઃ અમદાવાદમાં સતત કોરોનાનાં કેસો વધતા તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઇને સંજીવની ટેલી મેડિસિન સેવા શરૂ કરવામાં આવી છે. આરોગ્યમંત્રીની બેઠકમાં સંજીવની ટેલી મેડિસિન તત્કાલ ધોરણે શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. હોમ આઇસોલેટ રહેલા દર્દીઓને 14499 નંબર ઉપર ફોન કરીને તબીબો પાસેથી સલાહ લઈ શકશે. આ નંબર પર કોલ કરવાથી કોરોના દર્દીઓને હવે દવા અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. હળવા અથવા ભારે લક્ષણ બાદ હોસ્પિટલમાં દાખલ થવું કે કેમ તે અંગે તબીબો માર્ગદર્શન આપશે.
દર્દીઓને મુંઝવતા અને સારવાર માટેના તમામ પ્રશ્નો માટે કન્સલ્ટન્ટ જવાબ આપશે. તબીબની ટીમ 24 કલાક દર્દીઓની સેવામાં હાજર રહીને માર્ગદર્શન આપશે. હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ પણ માર્ગદર્શન મેળવી શકશે. ૧૪૪૯૯ નંબર પર કોલ કરવાથી કોરોનાનાં દર્દીઓને દવા અંગે જરૂરી માર્ગદર્શન મળી રહેશે. આરોગ્યમંત્રીની મુલાકાત બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં સરકારોએ પણ નિયંત્રણો લાદી દીધા છે. કોરોના રસી પ્રમાણપત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભલે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હોવ કે ફ્લાઇટમાં, દરેક જગ્યાએ રસીનું પ્રમાણપત્ર જરૂરી રહેશે. તમે તેને ઘણી રીતે ડાઉનલોડ કરી શકો છો. ખાસ વાત એ છે કે તમે વોટ્સએપ પરથી રસીનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો.
વોટ્સએપ પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
- સૌથી પહેલા તમારા મોબાઈલમાં MyGov કોરોના હેલ્પડેસ્ક તરીકે 9013151515 નંબર સેવ કરો. તે પછી, આ નંબર પર Certificate લખીને મોકલો.
- આ પછી તમને ઘણા વિકલ્પો જોવા મળશે.
- તેમાંથી ડાઉનલોડ પ્રમાણપત્ર પર ક્લિક કરવા માટે, 2 લખો અને તેને મોકલો.
- જે બાદ તમારા મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલો OTP દાખલ કરો.
- આ પછી તમારા મોબાઈલ નંબર પર રજિસ્ટર્ડ લોકોની યાદી દેખાશે.
- આમાંથી, તમે જેનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગો છો તેને પસંદ કરો.
- તમને મેસેજમાં રસીનું પ્રમાણપત્ર મળશે.
આરોગ્ય સેતુ એપથી પણ થઈ શકે છે ડાઉનલોડ
તમે તેને આરોગ્ય સેતુ એપ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. એપ ઓપન કર્યા પછી તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરો. તે પછી કોવિન ટેબ પર ક્લિક કરો. અહીં તમને લાભાર્થી ID નંબર પૂછવામાં આવશે. બોક્સમાં ID દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. અહીં તમે તમારું રસી પ્રમાણપત્ર જોશો. જે બાદ તમે તેને ડાઉનલોડ કરી શકો છો.