શોધખોળ કરો

Ahmedabad News:અમદાવાદમાં વધતી જતી ગુનાખોરી મુદ્દે શહેર પોલીસ કમિશનરે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

હત્યા અને ફાયરિંગ સહિતના વધતા જતાં ગુનાને મુદ્દે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે મોટું નિવેદન આપ્યુ છે. જાણીએ પોલીસ કમિશનર જી એસ મલિકે શું કહ્યું

Ahmedabad  News:અમદાવાદમાં ગુનાખોરી મુદ્દે પોલીસ કમિશનર જી એસ મલિકે મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે,ગુનાઓ બે-પાંચ ટકા વધે કે ઘટે તેનાથી કોઈ ફરક નથી પડવાનો, ગભરાવાની જરૂર નથી, શહેરમાં ગુનાખોરી કાબુમાં છે. ગુનો નોંધાય છે તે મહત્વની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે, દરેક વાહનની તપાસ કરવી શક્ય નથી પણ હા  રિવરફ્રન્ટ પર CCTV જરૂરી છે. આ  મુદ્દે  સંબંધિત વિભાગને જાણ કરવામાં આવશે

ઉલ્લેખનિય છે કે, હાલ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફાયરિંગ અને આત્મહત્યાના મામલે તપાસ ચાલી રહી છે.  આ પહેલા શાહપુર અને વટવામાં પણ હત્યાની ઘટના બની હતી. સતત બની રહેલી ગુનાખોરીની ઘટનાને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, માધ્યમોમાં બતાવવામાં આવે છે કે, અમદાવાદ ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે પરંતું ગુનાખોરીની માત્રા વધતી ઘટતી રહે તેના માટે પેનિક થવાની જરૂર નથી. રિવરફ્રન્ટવાળી ઘટના મર્ડર કે ફાયરિંગની નથી તેમાં સ્મિતે ડરના માર્યા આપઘાત કર્યો છે.

શું હતી અમદાવાદ રિવરફ્રન્ટની ઘટના

વિરમગામ અને અમદાવાદમાં રિવરફ્રન્ટ પર થયેલી હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે.  પૈસાની લેતી દેતીમાં મિત્રોએ હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો. વિરમગામમાં રવિન્દ્ર લુહારની સ્મિત ગોહિલ અને યશ રાઠોડે હત્યા  કરી હતી,ળી મારી હત્યા કરી લાશને સળગાવી દીધી હતી. હત્યા કર્યા બાદ સ્મિત ગોહિલ અને યશ રાઠોડ અમદાવાદ આવ્યા હતા. સ્મિત ગોહિલ પોતે ગુનામાં સામેલ હોવાથી પકડાઈ જવાનો ડર સતાવતો હતો. જેથી યશ પાસેથી હથિયાર લાવીને રિવરફ્રન્ટ પર પોતાને ગોળી મારી  સ્મિતે  આપઘાત કરી લીધો હતો. સાબરમતી નદીમાંથી ક્રાઈમ બ્રાન્ચે હથિયાર પણ કબ્જે કર્યું હતું. બાદ યશ રાઠોડની ક્રાઈમ બ્રાન્ચે   અટકાયત કરી હતી. હવે આ કેસમાં યશ રાઠોડ બંને કેસનો મુખ્ય આરોપી છે. બંને મૃતક અને યશ વર્ષોથી  મિત્રો હતા. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું કે, યશ અને સ્મિત હત્યા માટે મધ્યપ્રદેશના મુરેનાથી હથિયાર લાવ્યા હતા. યશની ધરપકડ કરીને પોલીસે સધન પૂછપરછ હાથ ધરી છે.   

તો બીજી તરફ વલસાડ જિલ્લાના વાપી ખાતે ફાયરિંગ વિથ લૂંટની ઘટના બની છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. વાપીના ભડકમોરા વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની છે. એક જ્વેલર્સની દુકાનને નિશાન  બનાવી બુકાની પહેરી  હથિયારો સાથે લુટારુઓ ત્રાટક્યા હતા. હથિયાર બતાવી  લાખોની  લૂંટ ચલાવી લૂંટારુઓ પળવારમાં જ ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ છે. વલસાડ પોલીસ દ્વારા  જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપવા પ્રયાસ કર્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલJ&K Encounter:અઢી વર્ષ બાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, જુઓ LIVE અપડેટ્સPanchmahal Heart Attack :ગોધરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરને આવ્યો હાર્ટ અટેકC.R.Patil: નવા વર્ષના દિવસે કેન્દ્રીય મંત્રી પાટીલે શું કર્યો મોટો સંકલ્પ?, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Singham Again: 'સિંઘમ અગેન' રિલીઝ થયાને 2 દિવસ પણ નથી થયા અને અજય દેવગણે બનાવી દીધા 4 મોટા રેકોર્ડ
Singham Again: 'સિંઘમ અગેન' રિલીઝ થયાને 2 દિવસ પણ નથી થયા અને અજય દેવગણે બનાવી દીધા 4 મોટા રેકોર્ડ
Embed widget