(Source: ECI/ABP News/ABP Majha)
203 દિવસ સુધી એમદાવાદ એરપોર્ટનો રન-વે રહેશે બંધ, જાણો ક્યારથી થશે બંધ
હાલમાં અમદાવાદ એરપોર્ટ પર દરરજો 180થી વધારે ફ્લાઈટનું સંચાલન થાય છે.
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 10 નવેમ્બરથી 31મી મે સુધી સવારે 9થી સાંજના 6 કલાક સુધી એરપોર્ટના રનવે બંધ રહેશે. ઇન્ટરનેશનલ એરપોર્ટનો 3.6 કિલોમીટર લાંબો રન-વે નવેસરથી બનાવવામાં આવવાતો હોઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન રન-વે સંપૂર્ણ બંધ રહેશે.
રન-વે સંપૂર્ણ બંધ રાખવાને કારણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી 70 ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં કેટલીક ફ્લાઇટોનો સમય સવારે નવ વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ કરવામાં આવશે. આ સિવાય કેટલીક ફ્લાઈકને વડોદરા કે રાજકોટમાં ડાયવર્ટ કરવામાં આવશે.
નોંધનીય છે કે, પાંચ વર્ષ પહેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદ એરપોર્ટના રન-વેનું કરોડના ખર્ચે રિસર્ફેસીંગ કર્યું હતું. પરંતુ ચોમાસામાં રન-વે તૂટવાની સાથે ફ્લાઇટોના ટાયર સાથે થતા ઘર્ષણના કારણે રેડ તૂટી જતા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી.
હાલમાં અમદાવાદ એરપોર્ટ પર દરરજો 180થી વધારે ફ્લાઈટનું સંચાલન થાય છે. જેમાં 20,000 જેટલા પેસેન્જરોની અવરજવર અત્યારે એરપોર્ટ પર છે.
રેલવેમાં અપડાઉન કરતાં નોકરિયાતો માટે સારા સમાચાર, પાસ હોલ્ડર્સ મેમુ-ડેમુમાં કરી શકશે મુસાફરી
અમદાવાદઃ રેલવેમાં અપ-ડાઉન કરતાં નોકરિયાતો માટે સારા સમાચાર છે. કોરોનાકાળથી પાસધારકો માટે પેસેન્જર ટ્રેનમાં પાસના આધારે મુસાફરી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો પરંતુ રેલવેએ હવે એક મહત્વપૂર્ણ નિર્ણય કરી આગામી 15 સપ્ટેમ્બરથી સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આપી છે. આ નિર્ણયથી હજારો પાસધારકોને ફાયદો થશે.
પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાની પહેલી લહેરથી ટ્રેનોના આવાગમન પર રોક લગાવી દેવાઇ હતી. ત્યારબાદ તબક્કાવાર અંશત: પ્રમાણમાં ટ્રેનો દોડાવવાની મંજૂરી અપાઇ હતી પરંતુ સિઝન ટિકિટ ધારકો પાસના આધારે મુસાફરી કરી શકતા નહતા. તેમને પણ મુસાફરી માટે રિઝર્વ ટિકિટ પર મુસાફરી કરવી પડતી હતી, જે ખૂબ મોંઘી પડતી હતી. અમદાવાદથી વડોદરા અપડાઉન કરતા લોકોને રોજનો 200 રૂપિયાનો ખર્ચ થતો હતો પરંતુ હવે માત્ર 450 રૂપિયાના પાસમાં એક મહિનાની સફર કરી શકશે. ઓછા પગારવાળાએ અપડાઉનમાં ટ્રાવેલિંગમાં થતાં ખર્ચના લીધે નોકરી પણ છોડી દીધી હતી. પરંતુ હવે આ સમસ્યા પણ ઉકેલાઈ જશે.
વડોદરા-સુરત મેમુમાં કેટલો થશે માસિક ખર્ચ
વડોદરાથી સુરત સુધી અપડાઉન કરતાં લોકોને પાસ બંધ થયા બાદ રોજના 200 રૂપિયા કે તેનાથી વધુ ખર્ચ થતો હતો પરંતુ હવે 400 રૂપિયાના પાસમાં મુસાફરી કરી શકશે. પશ્ચિમ રેલવે દ્વારા જે મેમુ-ડેમુમાં પાસ હોલ્ડર્સને મંજૂરી આપવામાં આવી છે તેમાં વડોદરા-અમદાવાદ (મેમુ), સુરત-વડોદરા (મેમુ), ભરૂચ-સુરત (મેમુ), વડોદરા-સુરત (મેમુ), વડોદરા-અમદાવાદ (પેસેન્જર), વડોદરા-દાહોદ (મેમુ), આણંદ-ખંભાત (ડેમુ), ખંભાત-આણંદ (ડેમુ), ભરૂચ-સુરત(મેમુ) બંને તરફના ફેરા મળી 16 ટ્રેનમાં મુસાફરી કરી શકાશે. જોકે આ દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે.