શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આજથી અમદાવદામાં કોરોનાની રસીનું ટ્રાયલ શરૂ થશે, જાણો કેટલા લોકોને રસી આપવામાં આવશે
રસીકરણ અને તેના અસરના ફોલોઅપ સાથેની સંપૂર્ણ પ્રક્રિયા એક વર્ષ સુધી ચાલશે.
અમદાવાદઃ ભારત બોયાટેકની ICMR અને નેશનલ ઈંસ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી સાથે મળીને તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિન કોવોક્ષિનનું ક્લિનિકલ ટ્રાયલ આજથી અમદાવાદની સોલા સિવિલમાં શરૂ કરવામાં આવશે.
સોલા સિવિલમાં આજથી દરરોજ 20થી 25 લોકોને વેક્સિનની રસી આપવામાં આવશે. રસીકરણ અને તેના અસરના ફોલોઅપ સાથેની સંપૂર્ણ પ્રક્રિયા એક વર્ષ સુધી ચાલશે. ભારતમાં સંપૂર્ણ રીતે તૈયાર થયેલી પ્રથમ કોરોના વેક્સિન કોવોક્ષિનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે કંપની અને ICMRની દરખાસ્તના આધારે રાજ્ય આરોગ્ય વિભાગે અમદાવાદ અને ગાંધીનગરની પાંચ હોસ્પિટલોને પસંદ કરી હતી.
જેમા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ,GMERS ગાંધીનગર હોસ્પિટલ,બી.જે.મેડિકલ કોલેજ સલગ્ન સિવિલ હોસ્પિટલ,SMS હોસ્પિટલ અને SGVP હોલિસ્ટિક હોસ્પિટલનો સમાવેશ થાય છે. જો કે આ પાંચ હોસ્પિટલોમાંથી હાલ ફક્ત સોલા સિવિલ હોસ્પિટલમાં જ ટ્રાયલ શરૂ થશે. હાલ કોરોના વેક્સિન કોવોક્ષિન ટ્રાયલ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી ગઈ છે અને કોલ્ડ સ્ટોરેજમાં હાઈ સિક્યોરીટી ઝોનમાં રાખવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion