અમદાવાદ શહેરમાં આટલા હજાર છે કોરોનાના એક્ટિવ કેસ, કેટલા સ્થળોને જાહેર કરાયા છે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ?
અમદાવાદ શહેરમાં 48 કલાકમાં બે હજારથી વધુ કોરોનાના કેસ નોંધાતા અમદાવાદ વહીવટીતંત્ર દોડતું થયું છે. મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ગુરુવારે સત્તાવાર ફલાવર શો રદ્દ કરવાની જાહેરાત કરી.
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં 48 કલાકમાં બે હજારથી વધુ કોરોનાના કેસ નોંધાતા અમદાવાદ વહીવટીતંત્ર દોડતું થયું છે. મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ગુરુવારે સત્તાવાર ફલાવર શો રદ્દ કરવાની જાહેરાત કરી.અને તેની સાથે આગામી સમયમાં નિયમો વધુ કડક બનાવવા પણ આડકતરા સંકેત આપ્યા હતા. આગામી સમયમાં શહેરમાં નિયમો વધુ કડક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની ચેતવણી આપી હતી.
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં 50 સ્થળ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.જેમાં કુલ 977 મકાનોમાં 3000 થી વધુ લોકો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.શહેરમાં 5634 એક્ટિવ કેસમાંથી 134 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.આ સિવાય 5500 દર્દીઓ હોમ કોરોન્ટાઇન સારવાર લઈ રહ્યા છે.
આ ઉપરાંત હાલમાં સરકારી 8 અને ખાનગી 60 જેટલી હોસ્પિટલના કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં AMCની હોસ્પિટલમાં 2805 બેડ તૈયાર છે.સરકારી હોસ્પિટલમાં 1805 બેડ ઓક્સિજનના અને 560 બેડ વેન્ટિલેટર વાળા તૈયાર રાખવામાં આવ્યા છે. તે સિવાય 142 ધન્વંતરિ રથ દ્વારા 4000 થી વધુ દર્દીઓને તપાસવાની કામગીરી કરવામાં આવી રહી છે. એક સપ્તાહમાં કોરોના ટેસ્ટિંગનો દર પણ વધારવામાં આવ્યો હોવાની તેમણે માહિતી આપી હતી. અગાઉ 6000 સામે હવે 14000 નાગરિકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો.....
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન