શોધખોળ કરો

Ahmedabad: ગુજરાતમાં વિદેશથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો, જાણો ક્યા કોર્ષમાં થયું સૌથી વધુ એડમિશન

અમદાવાદ: ગુજરાતમાં વિદેશથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ICCR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન અંતર્ગત ગુજરાતમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 447 સુઘી પહોંચી છે.

અમદાવાદ: ગુજરાતમાં વિદેશથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ICCR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન અંતર્ગત ગુજરાતમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 447 સુઘી પહોંચી છે. જે અગાઉના વર્ષો સરખામણીએ સૌથી વધું છે. રસપ્રદ બાબત એ છે કે આ વખતે સૌથી વધારે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ એટલે કે B.E એટલે કે બેચલર ઓફ એન્જનિયરિંગમાં સૌથી વધારે 75 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓની પસંદગી મેરીટના આધારે કરવામાં આવતી હોય છે

ICCR એટલે કે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન અંતર્ગત કેન્દ્ર સરકારની સ્કોલરશીપ લઈને ગુજરાત અને ભારતમાં દર વર્ષે વિદેશના વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સમાં પ્રવેશ લેશે. જે સંદર્ભે શૈક્ષણિક વર્ષ 2022-23 માં સૌથી વધું 447 વિદ્યાર્થીઓ અલગ અલગ દેશમાંથી ભણવા માટે ગુજરાતમાં આવ્યા છે. વિદેશના વિદ્યાર્થીઓની પસંદગી મેરીટના આધારે કરવામાં આવતી હોય છે. ICCR સિવાય રાજ્યની ખાનગી યુનિવર્સિટીમાં પણ વિદેશ સામે વિદ્યાર્થીઓ પોતાની રીતે પ્રવેશ મેળવતા હોય છે પરંતુ તેમને સ્કોલરશીપ મેળવવા માટે કવોલીફાય નથી હોતા.

અગાઉના વર્ષોમાં ગુજરાતમાં ICCR સ્કોલરશીપ હેઠળ આવેલા વિદ્યાર્થીઓ

2022-23 વિદ્યાર્થી - 447

2021-22 વિદ્યાર્થી - 300

2020-21 વિદ્યાર્થી - 380

2019-20 વિદ્યાર્થી - 200

કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વિદેશના વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિ, રીત-ભાતને નજીકની જાણે તે માટે વિદેશના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ માટેની તક આપે છે. જે માટે સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને દર મહિને સ્કોલરશીપની રકમ પૂરી પાડે છે. જે સંદર્ભે વર્ષ 2022-23માં સૌથી વધારે વિદ્યાર્થીઓ આફ્રિકન વિસ્તારના દેશમાંથી આવ્યા છે. આફ્રિકન દેશોમાંથી 215 વિદ્યાર્થીઓ, બાંગ્લાદેશમાંથી 69, નેપાળમાંથી 10, અફઘાનિસ્તાનમાંથી 100, ઇન્ડોનેશિયામાંથી 8, શ્રીલંકામાંથી 6 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા છે. 

વિદ્યાર્થીઓને સરકારી યુનિવર્સિટીની ડીગ્રીની સાથે આર્થિક સહાય મળી રહે છે

ભારતના પડોશી દેશોમાંથી અહીં મુખ્યત્વે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને સારી તક મળી રહે છે. વિદેશના વિદ્યાર્થીઓ કે જેઓ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ લેશે તેમને ભણવાની અને રહેવાની વ્યવસ્થા માટે આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. અંડર ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 23 હજાર 500, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25 હજાર 500, અને પીએચડીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 28 હજાર 500ની રકમ આપવામાં આવે છે. વિદેશમાંથી આવતા વિદ્યાર્થીઓને સરકારી યુનિવર્સિટીની ડીગ્રીની સાથે આર્થિક સહાય મળી રહે છે જેથી અહીં આવવાનું વધારે પસંદ કરે છે.

સંસ્કૃતિ કળા અને પરંપરાઓ વિશે જાણકારી મેળવે તે માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી

કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વર્ષ 1950મા ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મોલાના અબ્દુલ કલામ આઝાદ દ્વારા ICCR સ્કોલરશીપની શરૂઆત કરવામાં આવી હતી. વિદેશના વિદ્યાર્થીઓ ભારતના વિવિધ રાજ્યોમાં આવી તેની સંસ્કૃતિ કળા અને પરંપરાઓ વિશે જાણકારી મેળવે અને અભ્યાસ કરે તે માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
Embed widget