શોધખોળ કરો

અમદાવાદમાં આજે ફ્લાવર શો અને પતંગોત્સવના કારણે આ રોડ રહેશે બંધ, શહેર ટ્રાફિક પોલીસે જાહેર કર્યું જાહેરનામુ

અમદાવાદમાં આજે પતંગત્સવ યોજનાર હોવાથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાઇ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેર ટ્રાફિક પોલીસે આ રોડ બંધ રાખવાનું જાહેરનામુ બહાર પાડ્યું છે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર  ફ્લાવર શો ચાલી રહ્યો છે આ દરમિયાન આજે  પતંગોત્સવ પણ યોજાશે, જેને લઇને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે આ રોડને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફ્લાવર શો અને આજે પતંગોત્સવના કારણે  રિવરફ્રન્ટનો  રોડ આજે  બંધ રહેશે. મહોત્સવમાં આવતા લોકોને અગવડ ન પડે અને, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ નિર્ણય લીધે છે. રિવરફ્રન્ટ પર આ બંને મહોત્સવ ચાલતા હોવાથી અહીં આવતા લોકોના કારણે ટ્રાફિક વધી શકે છે. આ કારણે ટ્રાફિક જામની સમસ્યાને નિવારવા માટે તેમજ વાહન ચાલકોને મુશ્કેલીને દૂર કરવા માટે આજના દિવસ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, હાલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર હાલ ફ્લાવર શો ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના ફ્લાવર શોના વખાણ કર્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, આ ફ્લાવર શો અદભૂત છે. અહીં નવા ભારતની વિકાસ યાત્રા ઝાંખી આકર્ષિત કરે છે.

રોજના 40 થી 45 હજાર લોકો લે છે મુલાકાત

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024'નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફ્લાવર શોના એક અઠવાડિયામાં જ 3.11 લાખ જેટલા લોકોએ ટિકિટ લઈને મુલાકાત કરી છે. બાળકો સહિત 4 લાખથી વધુ લોકો સાત દિવસમાં ફ્લાવર શો નિહાળી ચૂક્યા છે.  પ્રથમ સાત દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 1.80 કરોડની આવક થઈ છે. સૌથી વધારે રવિવારે 31 ડિસેમ્બરના રોજ 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. રોજના 45 હજારથી વધુ લોકો સાબરમતી રિવરફ્રન્ટના ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે.

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક પ્રકારના ફૂલો સુશોભિત કરવામાં આવ્યા છે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આસપાસના મુલાકાતીઓ પણ આ સમયાગાળામાં અમદાવાદમાં હોય તો એક પ્રવાસન સ્થળ તરીકે ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યાં છે દિવસ દરમિયાન ફ્લાવર શોનો નજારો દર્શનિય તો હોય છે પરંતુ રાત્રીના સમયે ઝળહળતી રોશનીથી ફૂલો જાણે કે રાત્રે પણ ખીલી ઉઠ્યા હોય તેવો નજારો જોવા મળે છે દિવસની જેમ રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો ફ્લાવર શોમાં જોવા મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget