શોધખોળ કરો

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સુવિધાની કરાઈ જાહેરાત

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે આધાર કાર્ડ અને લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે.

અમદાવાદ:  ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે આધાર કાર્ડ અને લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓ માટે આ સેવા કેમ્પસમાં શરૂ કરશે. ગુજરાત યુનિવર્સિટીની બેઠક મળી જેમાં વિદ્યાર્થીલક્ષી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ પરીક્ષા વિભાગમાં ડિગ્રી અને માર્કશીટના વેરિફિકેશનની કામગીરીમાં ઢીલાશ મુકતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ સભ્યોની મહત્વની બેઠક મળી હતી.  જે બેઠકમાં વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. સાથે સાથે ડિગ્રી અને માર્કશીટ વેરિફિકેશનમાં વિદ્યાર્થિઓને પડતી હલાકી બાબતે ચાલું બેઠક દરમિયાન કર્મચારીઓને બોલાવી ઠપકો પણ આપવામાં આવ્યો હતો.  કારણ કે ડિગ્રી વેરિફિકેશનની કામગીરી ઓનલાઇન કરવાથી કામનું ભારણ વધ્યું હતું, જેના કારણે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. આ ઉપરાંત બેઠકમાં વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે આધાર કાર્ડ માટેની પ્રક્રિયા ઉપરાંત લર્નિંગ લાઇસન્સની સુવિધા કેમ્પસમાં જ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી કચેરીના ધક્કા ખાવા ન પડે. 

સિન્ડિકેની બેઠકમાં બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું છે.  264 કરોડના બજેટમાં યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓ માટે મેશ અને કેન્ટીનની વ્યવસ્થા ઉભી કરવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે યુનિવર્સિટી પરિષદમાં વિવિધ ભવનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.  મહત્વની વાત એ છે કે અલગ અલગ ભવનોને ફાળવવામાં આવતા બજેટમાં 20 ટકા સુધીનો વધારો પણ કરવામાં આવ્યો છે.

આ સિવાય વિદ્યાર્થીઓને તેમના ભણતર માટે કન્ટેન ઓનલાઈન મળે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સિન્ડિકેટ બેઠક અગાઉ એકેડમી કાઉન્સિલ અને સિન્ડિકેટના સભ્યોની સંયુક્ત બેઠક પણ મળી હતી.  જેમાં હાલના કુલપતિની ટર્મ પૂરી થતી હોવાથી નવા કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીમાં સર્વાનુમતે એક નામની પસંદગી કરવામાં આવી છે.  જેમાં જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની પસંદગી કરવામાં આવી છે. કોઈપણ સરકારી યુનિવર્સિટીના કુલપતિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવે છે. જેમાં એક સભ્ય રાજ્યપાલ , એક સભ્ય જોઈન્ટ ડાયરેક્ટર ઓફ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર અને એક સભ્ય યુનિવર્સિટીના સત્તા મંડળમાંથી પસંદગી કરવામાં આવે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget