શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ઓઢવ વિસ્તારના નારી સંરક્ષણમાંથી ત્રણ સગીરાઓ ફરાર
ફરાર થયેલી ત્રણ સગીરાઓમાંની 15 વર્ષીય બે સગીરાઓને રાજકોટની સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાંથી એક મહિના પહેલા જ ઓઢવના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં લાવવામાં આવી છે
અમદાવાદઃ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા નારી સંરક્ષણ ગૃહ ફરીવાર ચર્ચામાં આવ્યો છે. નારીગૃહમાં આવેલા ચિલ્ડ્રન ગર્લ્સ હોમમાંથી 20 દિવસ અગાઉ ત્રણ સગીરાઓ ફરાર થઇ ગઇ હતી. આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અહીં સવાલ ઉભો થાય છે કે નારી સંરક્ષણ ગૃહમાંથી વારંવાર સગીરાઓ કેમ ફરાર થઇ જાય છે.
ઓઢવમાં આવેલા નારી સંરક્ષણ ગૃહના ઇન્ચાર્જ અધિક્ષક જાગૃતિબેન રાવળે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી 3 સગીરાઓ 3જી જૂલાઈના રોજ સાંજના સમયે કમ્પાઉંડની દીવાલ કૂદીને ફરાર થઇ ગઇ છે. બાદમાં સંચાલકોએ પોલીસને આ ઘટના અંગેની જાણકારી આપી હતી પરંતુ તેમનો કોઇ પત્તો ના લાગતા આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરાર થયેલી ત્રણ સગીરાઓમાંની 15 વર્ષીય બે સગીરાઓને રાજકોટની સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાંથી એક મહિના પહેલા જ ઓઢવના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં લાવવામાં આવી છે,જ્યારે 16 વર્ષિય સગીરાને કાલુપુર ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક મારફતે 2જી જુલાઇના રોજ ઓઢવમાં મુકવામાં આવી હતી. હાલ ઓઢવ પોલીસે ત્રણે સગીરાને શોધખોળ શરૂ કરી છે. ઓઢવ નારીસરંક્ષણ ગૃહમાંથી અવાર નવાર સગીરાઓ ફરાર થઇ રહી છે તેની સામે જવાબદાર અઘિકારીઓ વિરુદ્ધ પગલા લેવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ રોકી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement