Gujarat Monsoon: રાજ્યના તમામ જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે થંડર સ્ટ્રોમની આગાહી છે. હાલમાં અરબ સાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે
Gujarat Monsoon: હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવને જણાવ્યા મુજબ, આજે રાજ્યના તમામ જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના તમામ જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. શીયર ઝોન અને ઓફ શૉર ટ્રફના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. જ્યારે આજે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ માટે અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે થંડર સ્ટ્રોમની આગાહી છે. હાલમાં અરબ સાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉપર ઉત્તરમાં 20 એલ્ટીટ્યુડ પર સક્રિય થયેલું છે. તદુપરાંત દક્ષિણના ભાગો પર ઓફ શોર ટ્રફ છે જેને કારણે વિવિધ સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે.
"पिछले 24 घंटों में अधिकतम वर्षा से प्रभावित स्थान" 30.07.2024 को 0830 बजे तक #weatherupdate #rainfallwarning #maximumrainfall@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/iYNErluJ9b
— India Meteorological Department (@Indiametdept) July 30, 2024
આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન 35થી 45 કિ.મી જ્યારે ત્રીજા દિવસથી 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ સાથે જ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હોવાથી 1 જુનથી લઈને 29 જુલાઈ સુધી 276.2 મિમી વરસાદની જરૂરિયાત હોય છે. જેની સામે અત્યાર સુધીમાં 413.1 મિમી વરસાદ ખાબક્યો છે એટલે કે જરૂરિયાત કરતાં 50% વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 29 જુલાઈ સુધી 451.5 મિમી વરસાદની જરૂરિયાત હોય છે જેની સામે અત્યાર સુધીમાં 431.2 મિમી વરસાદ વરસ્યો છે એટલે કે હજુ પણ જરૂરિયાત કરતા ચાર ટકા વરસાદની ઘટ છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 18% વધુ વરસાદ નોંધાયો છે.