કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા AAPને મોટો ઝટકો, કેટલા નેતા-કાર્યકરો જોડાયા ભાજપમાં?
દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આગામી બીજી એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
ગાંધીનગરઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આગામી બીજી એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલા આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના 1500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આપના કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પહેલા જ આપને મોટો ફટકો પડ્યો છે. આપના 1500 કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આજે કેસરિયો ધારણ કર્યો. ભાજપના આગેવાનોની હાજરીમાં કમલમ કાર્યલય ખાતે ભાજપમાં જોડાયા.
આમ આદમી પાર્ટીના 1500 જેટલા આગેવાનો કાર્યકરો જોડાવાની વાત ભાજપની અફવા હોવાનું ગુજરાત આપે કહ્યું છે. જે લોકોની જોડાવાની વાત છે તે સસ્પેન્ડ કે સાઈડલાઈન કરાયેલા અને અતિ મહત્વકાંક્ષી છે. કેટલાક લોકોને ગત સપ્ટેમ્બર 2021માં જ સસ્પેન્ડ કરાયાનો ગુજરાત આપનો દાવો છે. કેટલાક લોકો ભાજપના ઈશારે કામ કરતા હોવાનો ગુજરાત આમ આદમી પાર્ટીનો આરોપ છે.
આમ આદમી પાર્ટી હવે દિલ્હીથી બહાર નિકળી પોતાનું વિસ્તરણ કરી રહી છે. દિલ્હી મોડેલથી આકર્ષિત થઈને પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને સત્તાની ચાવી સોપી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને 117માંથી 92 વિધાનસભા બેઠકો પર જીત મળી છે. હવે પજાબમાં મળેલી બમ્પર જીતને લઈને કેજરીવાલનો પ્લાન ગુજરાત સર કરવાનો છે. નોંધનિય છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 2જી એપ્રિલના રોજ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા સીએમ ભગવંત માન અમદાવાદમાં રોડ શો કરશે. આ રોડ શોની શરૂઆત બપોરે 3 વાગેથી બાપુનગરના આંબેડકર હોલથી ખાતેથી થશે અને નિકોલમાં આવેલા ખોડીયાર માતાના મંદિરે રોડ શો પૂર્ણ થશે. આ રોડ શો ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપાનગર અને જીવણવડી વિસ્તારમાંથી પસાર થશે. રોડ શો પૂર્ણ થયા બાદ જાહેર સભા યોજાશે જેમા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલ સંબોધન કરશે.
પંજાબમાં 25 હજાર નોકરીની જાહેરાત
Punjab Cabinet: પંજાબની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને શાનદાર જીત મળી હતી. ત્યારે આજે નવ નિર્મિત સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં સીએમ ભગવંત માને 25 હજાર નોકરીઓ આપવાની જાહેરાત કરી છે. તેમણે બેરોજગારી દૂર કરવા માટે વધુંમાં વધુ નોકરી આપવાનું વચન આપ્યું છે. આ જાહેર કરેલી નોકરીઓમાં 10 હજાર નોકરીઓ પોલીસ વિભાગમા છે જ્યારે 15 હજાર નોકરીઓ બીજી અલગ અલગ વિભાગમાં છે.