શોધખોળ કરો
Advertisement
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
હવામાન વિભાગના માવઠાની આગાહી વચ્ચે તાપીમાં વરસાદી છાંટા પડ્યા હતા. જિલ્લાના વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી. વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને વહેલી સવારે ફુલગુલાબી ઠંડી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા વિસ્તારમાં આજથી બે દિવસ માટે વરસાદ પડશે. આ આગાહી અનુસાર આજે સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાત્રીથી સુરત જિલ્લાના કેટલા વિસ્તારમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. મોડી રાત્રે કામરેજ, મહુવા વિસ્તારમાં ડિસ્ટબન્સ સર્જાયું હતું. હાલ મહુવા વિસ્તારમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. સુરત જિલ્લા વાદળ છાયું વાતાવરણ છવાયું છે.
હવામાન વિભાગના માવઠાની આગાહી વચ્ચે તાપીમાં વરસાદી છાંટા પડ્યા હતા. જિલ્લાના વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી. વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વાંસદા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાંસદા તાલુકાના બારતાડ અને ઉનાઈ ગામમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. વહેલી સવારે કમોસમી વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, બુધવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી પણ કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 અને 11 ડિસેમ્બરે સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આ આગાહીના કારણે ખેડૂતોમા ચિંતા છે. વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થશે તેથી ખેડૂતો માટે વરસાદની આગાહી માઠા સમાચાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement