(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: ગુજરાત પોલીસના 63 PSIની બદલી,જાણો કોને ક્યા મુકવામા આવ્યા
Gandhinagar: હાલમાં પોલીસ વિભાગમાં બદલીઓને સમય ચાલી રહ્યો છે. પહેલા 22 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવાનો આદેશ ડીજીપી વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્યના 63 પીએસઆઈની બદલી કરવામાં આવી છે.
Gandhinagar: હાલમાં પોલીસ વિભાગમાં બદલીઓને સમય ચાલી રહ્યો છે. પહેલા 22 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવાનો આદેશ ડીજીપી વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્યના 63 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. રાજ્યના 63 બિન હથીયારી PSIની બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે પીએસઆઈ બદલી કરવામાં આવી છે તેમની યાદી નીચે મુજબ છે.
જુઓ લીસ્ટ
ગુજરાતના 22 પોલીસ ઈન્પેક્ટરની બદલી કરવામાં આવી
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 22 પોલીસ ઈન્સ્પેકટરો(બિન હથિયાર ધારી)ની બદલી કરવામાં આવી છે. ડીજીપી વિકાસ સહાય દ્રારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જે.એમ. જાડેજા જેઓ હાલમાં વડોદરામાં ફરજ બજાવે છે તેમની બદલી પૂર્વ ગાંધીધામમાં કરવામાં આવી છે. વી.એલ. સાકરિયા જેઓ વડોદરા શહેરમાં ફરજ બજાવે છે તેમને બોટાદમાં ફરજ પર મુકવામાં આવ્યા છે. કે.એન. ભુકાણ જેઓ રાજકોટમાં ફરજ બજાવે છે તેમને અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે. વી.એન. મહિલા જેઓ રાજકોટમાં ફરજ બજાવે છે તેમની બદલી ખેડા ખાતે કરવામાં આવી છે. જ્યારે આર.જે. ગોહીલ જેઓ ભરુચ ખાતે ફરજ બજાવે છે તેમની બદલી નર્મદા ખાતે કરવામાં આવી છે.
બદલીઓનું લીસ્ટ
રાજ્યના 5 IPS અધિકારીઓની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
ગાંધીનગર: રાજ્યમાં 5 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા સીધી ભરતીના IPS અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ-2, સી.આઈ.ડી. (ક્રાઈમ), ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા જિલ્લો દાહોદ મોકલાયા છે.
અગ્રવાલ જિતેન્દ્ર મોરારીલાલા મદદનીશ પોલીસ અધિક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાંચ ગાંધીનગરથી બદલી
જ્યારે IPS અધિકારી રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક, ફ્રોડ ઈન્વેસ્ટીંગેશન સી.આઈ.ડી. (ક્રાઈમ), ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક, દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા મોકલાયા છે. અગ્રવાલ જિતેન્દ્ર મોરારીલાલા મદદનીશ પોલીસ અધિક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાંચ ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક ઉના જિલ્લો ગીર સોમનાથ મોકલાયા છે.
જયવીરસિંહ એન ઝાલાની વિભાગીય પોલીસ અધિકારી જામનગર તરીકે બદલી કરાઈ
નિધિ ઠાકુર મદદનીશ પોલીસ અધિક્ષક, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ-3, સી.આઈ.ડી. (ક્રાઈમ), ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક કામરેજ જિલ્લો સુરત ગ્રામ્ય બદલી કરવામાં આવી છે. કોરુકોંડા સિદ્ધાર્થ મદદનીશ પોલીસ અધિક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાંચ ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક દાહોદ મુકાયા છે. ડીવાયએસપી વરુણ વસાવાને નાયબ પોલીસ અધિક્ષક તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જયવીરસિંહ એન ઝાલાની વિભાગીય પોલીસ અધિકારી જામનગર તરીકે બદલી કરાઈ છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial