શોધખોળ કરો

અમદાવાદમાં બે બાળકોનું અપહરણ કરી માંગવામાં આવી કરોડોની ખંડણી, આરોપીઓએ એક ભુલ કરી અને બાળકોએ પાડ્યો ખેલ

અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાંથી બે બાળકોના અપહરણ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકોના અપહરણ બાદ અપહરણકર્તાઓએ કરોડો રુપિયાની ખંડણી માગી હતી. જે બાદ આ ઘટનાની જાણ પોલીસને એક્શનમાં આવી હતી.

અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાંથી બે બાળકોના અપહરણ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકોના અપહરણ બાદ અપહરણકર્તાઓએ કરોડો રુપિયાની ખંડણી માગી હતી. જે બાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી.

અમદાવાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા અપહરણ કરનાર એક સગીર સહિત ચારની ધરપકડ કરી છે. અમદાવાદથી અપહરણ કરી બંને બાળકોને દાહોદ લઈ જવામાં આવ્યા હતા. જે બાદ આરોપીએ પરિવાર પાસે 10 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. પ્રીત કોન્ટ્રાક્ટર અને જીલ ઉપાધ્યાય નામના બે બાળકોના અપહરણ કરી પરિવાર પાસેથી ઈન્સ્ટાગ્રામ  મારફતે 10 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. મોટી વાત તો એ છે કે પોતાના મિત્રોએ જ આ બે બાળકોનું અપહરણ કર્યું હતું. પોલીસે ફરિયાદના આધારે કુણાલ ઉર્ફે કરણ ઉર્ફે કેડી રાજપુત, શકીલ ખાન પઠાણ, મનીષ ભાભોર નામના આરોપીની ધરપકડ કરી છે. 

આ કેસમાં આરોપી તરીકે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરુદ્ધ પણ પોલીસે કાયદેસરના પગલાં લીધા છે. આ કિસ્સામાં અમદાવાદથી અપહરણ કરી ભાગેલા આરોપીઓને દાહોદના પીપલોદ ખાતેથી ઝડપી લેવામાં આવ્યા અને બંને અપહ્યુતનો છુટકારો થયો. અપહરણ પહેલા બંને ભોગ બનનાર બાળકો જીલના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા, તે સમયે આરોપીઓએ માથાકૂટ કરી બંનેને બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. જોકે દાહોદ સુધી પહોંચવા માટે પીપલોદ ટોલટેક્સ પર ટેક્સ ભરવા માટે રૂપિયા ન હોવાથી ગાડી પીપલોદ ગામમાં જવા દીધી હતી. ત્યાં ગાડી ફસાઈ જતા બંને અપહ્યુત બાળકોને મોકો મળતા નાસી ગ્રામજનો પાસે પહોંચી ગયા હતા. સાથે જ તમામ હકીકતની જાણ થતા ગ્રામજનોએ સ્થાનિક પોલીસની મદદથી તમામ આરોપીઓની પણ તે જ ગામમાંથી ધરપકડ કરી લીધી હતી.

અમદાવાદીઓને રખડતા ઢોરના ત્રાસથી મળશે મુક્તિ

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જો કે, હાઈકોર્ટની લાલ આંખ બાદ સરકારે રખડતા ઢોર અંગે પોલિસી બનાવી હતી પરંતુ વિરોધના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે ABP અસ્મિતા પાસે સચોટ માહિતી આવી છે. જે મુજબ અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ઢોર નિયંત્રણ પોલિસીના અમલ અંગે નિર્ણય લેવામાં આવ્યો.

ભાવમાં સુધારા વધારા સાથે ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે.  આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર અંગે પોલિસીની અમલવારી અંગે જાહેરાત કરવામાં આવશે. આ પોલીસી અંતર્ગત જે માહિતી સામે આવી છે તે પ્રમાણે હવે વ્યક્તિગત પશુ ધરાવનાર માલિકોએ પણ ઢોરની નોંધણી કરાવવાની રહેશે. વ્યવસાયિક ઉદ્દેશ માટે રાખવામાં આવતા ઢોરની પરવાનગી લેવાની આવશ્યક રહેશે. ગાય, ભેંસ અને બળદને છોડાવવા માટે 3000 રૂપિયા ચૂકવવાના રહેશે. સાથે ખોરાકનો ચાર્જ અને વહીવટી ચાર્જ લેખે 1000 રૂપિયા ચૂકવવા પડશે.

તો બીજી તરફ પાડી અને પાડો બંનેને છોડાવવા માટે 2000 ચૂકવવાના રહેશે. તેની સાથે ખોરાકના અને વહીવટી ચાર્જ લેખે 600 રૂપિયા વસુલવામાં આવશે. વાછડા અને ધાવતા વાછડા માટે 1000 રુપિયા ચૂકવવાના રહેશે. જો કોઈ એકનું એક ઢોર ત્રણ વખત કરતા વધુ વખત પકડાશે તો ત્રણ વર્ષ માટે લાયસન્સની ફી 500 રૂપિયા ચૂકવવી પડશે. ઢોર રાખવાની પરમીટ ફી 250 રૂપિયા રાખવામાં આવી છે. લાયસન્સ રીન્યુ કરવા માટે 200 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget