શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ 13 વર્ષની સગીરાના ઘરે જઈને બે લુખ્ખાએ આપી બળાત્કારની ધમકી, જાણો શું છે વિગત?
13 વર્ષીય સગીરાની છેડતી પછી ઘરે જઈને બે શખ્સોએ બળાત્કારની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. આ શખ્સોએ સગીરાના પરિવાર સાથે બબાલ કરી હતી.
અમદાવાદઃ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષીય સગીરાની છેડતી પછી ઘરે જઈને બે શખ્સોએ બળાત્કારની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. આ શખ્સોએ સગીરાના પરિવાર સાથે બબાલ કરી હતી. આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રકાશ જાડેજા અને દિનેશ જાડેજા નામના બે શખ્સોએ 13 વર્ષની સગીરાની છેડતી કરી હતી. એટલું જ નહીં, આ પછી સગીરાના ઘરે જઈને બબાલ કરી હતી તેમજ પરિવારની સગીરાનો બળાત્કાર કરવાની ધમકી આપી હતી. આ અંગે પરિવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement