શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આગામી 4 દિવસમાં કયા-કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, જાણો વિગત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ ઈરાનમાં સર્જાયેલું અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન 15 મેથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે. જેની અસરોથી 14થી 18 મે દરમિયાન તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે.
અમદાવાદ: ગુજરાતમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધવાની શરૂઆત થઈ ગઈ છે. પશ્ચિમમાંથી ઉત્તર પશ્ચિમ દિશા તરફનાં પવન ફૂંકાવાને કારણે વાતાવરણ સૂકુ બન્યું છે અને ગરમીમાં સતત વધારો થયો છે.
સોમવારે ગુજરાતમાં રાજકોટ સૌથી વધુ 42.3 ડિગ્રી સાથે ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મંગળવારથી પાંચ દિવસ ગરમી ઘટી શકે છે અને ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ ઈરાનમાં સર્જાયેલું અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન 15 મેથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે. જેની અસરોથી 14થી 18 મે દરમિયાન તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતાઓ છે.
સોમવારે અમદાવાદમાં 41.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જ્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. અમરેલીમાં 41.8 ડિગ્રી અને વડોદરામાં 40.6 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion