અમદાવાદમાં કોવિડના બંને ડોઝ લીધેલા આટલા વ્યક્તિ થયાં કોરોના સંક્રમિત,જાણો શહેરમાં કોવિડની શું છે સ્થિતિ
દિવાળી બાદ અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. વેક્સિનેટ વ્યક્તિ પણ સંક્રમણનો ભોગ બનતા લોકોમાં ચિંતામાં વધારો થયો છે.
![અમદાવાદમાં કોવિડના બંને ડોઝ લીધેલા આટલા વ્યક્તિ થયાં કોરોના સંક્રમિત,જાણો શહેરમાં કોવિડની શું છે સ્થિતિ Vaccinated 10 people in Ahmedabad became corona infected અમદાવાદમાં કોવિડના બંને ડોઝ લીધેલા આટલા વ્યક્તિ થયાં કોરોના સંક્રમિત,જાણો શહેરમાં કોવિડની શું છે સ્થિતિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/13/827f71830f7ea0fa11113e3546c53540_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દિવાળી બાદ અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. વેક્સિનેટ વ્યક્તિ પણ સંક્રમણનો ભોગ બનતા લોકોમાં ચિંતામાં વધારો થયો છે.
અમદાવાદમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા 10 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે તો સિંગલ ડોઝ લીઘેલી 4 વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમદાવાદમાં બે દિવસમાં કોરોનાનું સંક્રમણ વધતા SVP માં બે દર્દીઓ દાખલ કરાયા છે તો અંદાજે ચાર મહિના બાદ SVP હોસ્પિટલમાં દર્દીઓને ફરી દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત 71 વર્ષીય વૃદ્ધ અનેં 53 વર્ષીય પુરુષને દાખલ કરવામાં આવ્યા છે.
હાલ SVPમાં કોરોના માટે ત્રણ વોર્ડ ફરી શરૂ કરવામાં આવ્યા છે. બીજી લહેર બાદ સંક્રમણ કાબુમાં આવતા SVP માં નોન કોવિડ સુવિધા શરૂ કરવામાં આવી હતી, હોસ્પિટલમાં દાખલ કરાયેલા બંને વૃદ્ધના લક્ષણો સામાન્ય છે પરંતુ ઉંમર વધું હોવાથી બંને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 3, વલસાડમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, જૂનાગઢમાં 1, કચ્છમાં 1 અને સુરેન્દ્રનગરમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 કોરોના કેસ નોંધાયા છે તો તો બીજી તરફ 35 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,577 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,22,749 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
કોરોનાના કેસમાં વધારો થતાં સુરત પાલિકા નું આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. વેક્સિનના બંને ડોઝ બાકી હોય તેવા લોકોને પાલિકા કચેરી, બસ, બગીચા, ઝૂ સહિતનાં સ્થળોએ સોમવારથી પ્રવેશ ન આપવોનો નિર્ણય કર્યો છે. બીજા ડોઝ માટે એલિજિબલ થઈ ગયા હોય તેવા 6.68 લાખ લોકોએ પ્રવેશ મેળવવો હોય તો કોવિડ ટેસ્ટ ફરજિયાત છે. સુરતમાં પ્રથમ ડોઝની 106% અને બીજા ડોઝની 76% કામગીરી પૂર્ણ થઇ છે.
આ પણ વાંચો
હારીજમાં યુવતીને પ્રેમ કરવાની મળી તાલિબાની સજા, વીડિયો થયો વાયરલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની શિક્ષકોને ટકોર, કહ્યુ- પગાર વધારો, રજા લાભનું વિચારે છે શિક્ષકો
'UP ચૂંટણીમાં હું પ્રિયંકા ગાંધીને ટક્કર આપી શકું છું', જાણો કઇ એક્ટ્રેસે કર્યો દાવો?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)