Valentine Day: એક ગુલાબના ફૂલનો ભાવ 40 રૂપિયા પહોંચ્યો, સવારથી અમદાવાદ ફૂલ માર્કેટમાં પ્રેમી પંખીડાનો ધસારો
વેલેન્ટાઇન ડેના પ્રસંગે આજે અમદાવાદ ફૂલ બજારમાં પુરજોશમા તેજી આવી છે, આજે અમદાવાદ ફૂલ બજારમાં ગુલાબ સહિતાના અન્ય ફૂલોના ભાવોમાં જોરદાર ઉછાળો આવ્યો છે
Valentine Day Special: અત્યારે દુનિયાભરમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે, આજે અંતિમ દિવસ વેલેન્ટાઇન ડે છે, પ્રેમી પંખીડાઓ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ હોય છે. આ મહિનામાં પ્રેમીઓ તેમના પ્રેમને આકર્ષક અંદાજમાં લવ એન્ડ પ્રપૉઝ કરે છે અને વેલેન્ટાઈન ડે ઊજવે છે. આજે આવા તમામ પ્રેમીઓ 14 ફેબ્રુઆરીનો દિવસે છે એટલે કે વેલેન્ટાઇન ડે છે. વેલેન્ટાઇન ડે ના દિવસે પ્રેમીઓ એકબીજાને રૉઝ-ગુલાબનું ફૂલ આપીને પ્રેમનો ઇજહાર કરતાં હોય છે ત્યારે આજે અમદાવાદના ફૂલ માર્કેટમાં ભારે તેજીનો માહોલ જોવા મળ્યો છે. આજના દિવસ માટે એક સિંગલ ગુલાબના ફૂલનો ભાવ પણ આસામને પહોંચ્યો છે.
વેલેન્ટાઇન ડેના પ્રસંગે આજે અમદાવાદ ફૂલ બજારમાં પુરજોશમા તેજી આવી છે, આજે અમદાવાદ ફૂલ બજારમાં ગુલાબ સહિતાના અન્ય ફૂલોના ભાવોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આજે ગુલાબના ભાવમાં 30થી 40 ટકાનો વધારો જોવા મળ્યો છે, કેમ કે સવારથી જ અમદાવાદના ફૂલ બજારમાં પ્રેમી પંખીડાઓ ફૂલોની ખરીદી કરી રહ્યાં છે, એક ગુલાબના ફૂલનો ભાવ આજે 40 રૂપિયા સુધી પહોંચ્યો છે. સૌથી વધુ રેડ રૉઝની ડિમાન્ડ છે, આ ઉપરાંત માર્કેટમાં ગુલાબના બુકે 500થી 5000 સુધીમાં પ્રેમી પંખીડા ખરીદી રહ્યાં છે.
વેલેન્ટાઇન ડે પર જઇ રહ્યા છો ડેટ પર, અપનાવો આ પાંચ બ્યૂટી ટિપ્સ, અલગ લાગશે લૂક
વેલેન્ટાઈન ડે પ્રેમનો તે ખાસ દિવસ જ્યારે દરેક વ્યક્તિ પોતાના બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડને ખુશ કરવા અને તેમના પ્રેમની અભિવ્યક્તિ કરવા ઉત્સુક હોય છે. આ દિવસને ખાસ બનાવવા માટે લોકો ઘણીવાર ડેટ પ્લાન કરે છે. જ્યાં તેઓ એકબીજા સાથે સમય પસાર કરી શકે અને તેમના સંબંધોને વધુ મજબૂત બનાવી શકે. ડેટ પર તમારો સારો દેખાવ પણ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. આ ફક્ત તમારા પાર્ટનરને પ્રભાવિત કરવાની રીત નથી પરંતુ તે તમારો આત્મવિશ્વાસ પણ વધારે છે. જો તમે આ વેલેન્ટાઈન ડે પર ડેટ પર જઈ રહ્યા છો, તો અહીં પાંચ બ્યુટી ટીપ્સ છે જે તમને અલગ દેખાવામાં મદદ કરશે:
હાઇડ્રેટેડ રહો
સુંદર અને ચમકતી ત્વચા માટે હાઇડ્રેશન સૌથી મહત્વપૂર્ણ છે. ડેટ પર જવાના થોડા દિવસો પહેલા પુષ્કળ પાણી પીવાનું શરૂ કરો. આ તમારી ત્વચાને કુદરતી ચમક આપશે.
સ્કિનની નિયમિત સંભાળ
તમારી સ્કિન કેર રૂટીનને ફોલો કરો જેમાં સફાઇ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગનો સમાવેશ થાય છે. તમારી ત્વચાને નિખારવા માટે ડેટની આગલી રાતે ફેસ માસ્કનો ઉપયોગ કરો.
મેકઅપ સરળ રાખો
વેલેન્ટાઇન ડે એક ખાસ પ્રસંગ છે અને કદાચ તમે વધુ ગ્લેમરસ દેખાવા માંગો છો. પરંતુ હેવી મેકઅપને બદલે નેચરલ અને સિમ્પલ લુક અપનાવવો વધુ સારું રહેશે. લાઇટ ફાઉન્ડેશન, મસ્કારા, સોફ્ટ પિંક બ્લશ અને ન્યૂડ શેડ લિપસ્ટિક - આ કેટલીક વસ્તુઓ છે જે તમારી કોમળ અને કુદરતી સુંદરતાને ઉજાગર કરશે અને તમને આકર્ષક બનાવશે.
હેરસ્ટાઇલ પર ધ્યાન આપો
તમારા આઉટફિટ પ્રમાણે સરળ છતાં આકર્ષક હેરસ્ટાઇલ પસંદ કરો. તમે તમારા વાળને ખુલ્લા રાખી શકો છો, તેને સોફ્ટ કર્લ્સ આપી શકો છો. એક સરળ છતાં આકર્ષક હેરસ્ટાઇલ પસંદ કરો જે તમારા વ્યક્તિત્વને કોમ્પલીમેન્ટ કરે. આ રીતે તમે તમારા વેલેન્ટાઈન ડેના ડેટ્સ પર વધુ ખાસ દેખાશો.
પરફ્યુમની યોગ્ય પસંદગી
સારી સુગંધ તમારા વ્યક્તિત્વને નિખારે છે. તમારા મૂડ અને આઉટફિટને અનુરૂપ હળવા અને લાંબા સમય સુધી ટકી રહે તેવું પરફ્યુમ પસંદ કરો. આ ટિપ્સ અપનાવવાથી તમે તમારી ડેટ પર ન માત્ર સુંદર દેખાશો પરંતુ તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ પણ કરી શકશો. તમારામાં વિશ્વાસ રાખો અને આ ખાસ દિવસનો ભરપૂર આનંદ માણો.