શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ફતેવાડી કેનાલમાં પાણી છોડાયું, પાંચ તાલુકાના ખેડૂતોને ફાયદો થશે
ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવતા અમદાવાદના પાંચ તાલુકાઓના ખેડૂતોને ફાયદો થશે
અમદાવાદઃ અમદાવાદના વાસાણા બેરેજ ખાતેથી પાણી છોડવામાં આવ્યું હતું. ABP અસ્મિતાના અહેવાલ બાદ ફતેવાડી કેનાલમાથી પાણી છોડવામાં આવ્યું છે. શરૂઆતમાં વાસણા બેરેજમાંથી 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવતા અમદાવાદના પાંચ તાલુકાઓના ખેડૂતોને ફાયદો થશે. જોકે, ખેડૂતોએ બે હજાર ક્યુસેક પાણી છોડવામાં માંગ કરી હતી. 15મી જુલાઇએ સરકારે વાસણા બેરેજમાંથી પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે, 129 ફૂટનું લેવલ જાળવતા 7 દિવસ લાગ્યા હતા.
મળતી જાણકારી અનુસાર ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવતા દસક્રોઇ, સાણંદ, બાવળા, વિરગામ અને ધોળકા તાલુકાના 111 ગામોના ખેડૂતોનો પાક નાશ થતા બચી જશે. આ પાણી છોડવામાં આવતા અમદાવાદ જિલ્લાના પાંચ તાલુકાના ખેડૂતોને ફાયદો થશે. પાણીનો સૌથી વધુ લાભ ડાંગરના પાકને મળશે.
નોંધનીય છે કે 15મી જુલાઇએ સરકારે વાસણા બેરેજમાંથી પાણી છોડવાનો નિર્ણય લીધો હતો પરંતુ 129 ફૂટનું લેવલ જાળવતા 7 દિવસ લાગ્યા હતા. નોંધનીય છે કે ગત સપ્તાહે બેરેજની સપાટી 125 ફૂટ હતી જે વધીને 130.50 ફૂટ થઇ ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement