શોધખોળ કરો
આગામી 24 કલાકમાં અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો
ગુજરાત માટે હજુ પણ 24 કલાક ભારે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લો પ્રેશર સર્જાતા ધોધમાર વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત માટે હજુ પણ 24 કલાક ભારે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લો પ્રેશર સર્જાતા ધોધમાર વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત માટે આગામી 24 કલાક ભારે છે. ત્યારે સાયક્લોનિર સર્ક્યુલેશન સાથે લો પ્રેશર સર્જાતા ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ સામાન્યથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હાલ રાજસ્થાન પાસે એક લોપ્રેશર સર્જાયું છે તો અરબી સમુદ્રમાં એક સાઈક્લોનિક સરક્યુલેશન પણ સર્જાયું છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ આજે અને આવતીકાલે ધોધમાર વરસાદ વરસી શકે છે. મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પંચમહાલ, દ્વારકા, દાહોદ, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા અને અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીના પગલે બે દિવસ દરમિયાન માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના મતે રાજયમાં અત્યાર સુધીમાં સિઝનના સરેરાશ વરસાદ કરતા 18 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા જ્યારે ઉપરવાસમાં અને પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની મોટા ભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી.
વધુ વાંચો





















