શોધખોળ કરો
વિજય રૂપાણી સરકારે શું કર્યું કે હવે રાહુલ ગાંધી ગુજરાત નહીં આવે ? કોંગ્રેસના હારેલા નેતા હવે પ્રચાર કરશે
રાહુલ ગાંધી ગુજરાત નથી આવનાના ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી જીતવાની જવાબદારી પ્રદેશના નેતાઓને સોંપાઈ છે.

અમદાવાદઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મોદી સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિ કાયદાના વિરોધમાં રેલી માટે તથા ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીના પ્રચાર માટે ગુજરાત આવવાના હતા પણ તેમનો ગુજરાત પ્રવાસ મોકૂફ રહ્યો છે. રાહુલ ગાંધીની રેલીને સોશિયલ ડિસ્ટન્સિંગનું કારણ આગળ કરીને પોલીસ દ્વારા મંજૂરી ના અપાતાં રાહુલનો પ્રવાસ મોકૂફ રખાયો હોવાનું કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું છે.
રાહુલ ગાંધી ગુજરાત નથી આવનાના ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી જીતવાની જવાબદારી પ્રદેશના નેતાઓને સોંપાઈ છે. ગુજરાતના નેતાઓને સ્ટાર પ્રચારક બનાવી પ્રચારની જવાબદારી સોંપાઇ છે
પંજાબ-હરિયાણા બાદ કોંગ્રેસે ગુજરાતમાં કૃષિ કાયદાનો વિરોધ કરવા નક્કી કર્યુ હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રમાં ટ્રેક્ટર રેલી યોજવા ગુજરાત કોંગ્રેસે આયોજન કર્યુ હતું. કૃષિ કાયદાના વિરોધ દ્વારા ખેડૂતોની સહાનુભૂતિ જીતી પેટાચૂંટણીમાં રાજકીય લાભ લેવા કોંગ્રેસે કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો પણ પોલીસ મંજૂરી ના મળતાં રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ પડતો મૂકાયો છે.
ખેડૂત રેલી મોકૂફ રહેતાં કોંગ્રેસના ઉમેદવારોમાં ચિંતા છે કેમ કે પેટાચૂંટણીમાં કોંગ્રેસે એવા ૩૦ સ્ટાર પ્રચારકોને પ્રચારની જવાબદારી સોંપી છે કે જેમાંથી ઘણા વિધાનસભાની ચૂંટણી બે બે વાર હાર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
