શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના કયા નેતા અમદાવાદના ટ્રાફિક પોલીસ અધિકારી બન્યા? નામ જાણીને ચોંકી જશો
અમદાવાદના સિંધુ ભવન રોડ પર ટ્રાફિક પોલીસ નહીં પરંતુ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્રાફિક કંટ્રોલ કરતાં જોવા મળ્યાં
અમદાવાદ: અમદાવાદના સિંધુ ભવન રોડ પર ટ્રાફિક પોલીસ નહીં પરંતુ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્રાફિક કંટ્રોલ કરતાં જોવા મળ્યાં હતાં. રવિવાર રાત્રે સિંધુ ભવન રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. કોઈ કારણસર ત્યાં હાજર રહેલા પરેશ ધાનાણીએ કોઈ વિચારે એ પહેલા જ ટ્રાફિક બૂથ પાસે પહોંચીને ટ્રાફિક નિયમન કરવા લાગ્યા હતા અને ટ્રાફિકને રાબેતામુજબ કર્યો હતો.
પરેશ ધાનાણીના આ પગલાંની ઠેરઠેર પ્રસંશા થઈ રહી છે તો પ્રજાના સેવકની છાપ પણ ઉમટી હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. અમદાવાદ પોલીસ ન કરી શકી તે પરેશ ધાનાણી કરી બતાવ્યું હતું. પરેશ ધાનાણીએ ટ્રાફિકને કંટ્રોલ કરતાં એ વિસ્તારમાં ટ્રાફિક હળવો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, પરેશ ધાનાણી ગઈ 5મીથી ગાંધીનગરમાં બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માંગણી સાથે આંદોલન પર ઉતરેલા ઉમેદવારોનું સમર્થન કરી રહ્યા છે. તેઓ આંદોલનમાં પણ જોડાયા છે. ત્યારે તે રાતે તેમણે આંદોલનકારીઓને પોતે રસોઈ બનાવીને જમાડ્યા હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion