શોધખોળ કરો

અમદાવાદ હત્યા કેસઃ સાસુ, નિકિતાના પેટમાં પતિનો નહીં પણ સસરાનો ગર્ભ હોવાનો કરતી હતી આક્ષેપ, બીજા શું થયા ખુલાસા?

નિકિતા અગ્રવાલની સાસુ રેખાબેન વહુ અને સસરા પર આડા સંબંધના આક્ષેપ કરતી હતી. નિકિતાને પેટમાં જે ગર્ભ છે તે તેના પતિનો નહીં પણ સસરાનો છે તેવા આક્ષેપ સાસુ રેખાબેન કરતી હતી.

અમદાવાદઃ શહેરના ગોતામાં આવેલા રોયલ હોમ્સમાં એમબીએ થયેલી નિકિતાએ સાસુની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પોતાની સાસુની ક્રૂર હત્યા કરનારી નિકિતા અગ્રવાલની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની તપાસ ચાલી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં નિકિતા બે મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, તેના પેટમાં રહેલા ગર્ભને લઈને પણ સાસુ-વહુ વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું છે. નિકિતા અગ્રવાલની સાસુ રેખાબેન વહુ અને સસરા પર આડા સંબંધના આક્ષેપ કરતી હતી. નિકિતાને પેટમાં જે ગર્ભ છે તે તેના પતિનો નહીં પણ સસરાનો છે તેવા આક્ષેપ સાસુ રેખાબેન કરતી હતી. આ વાતને લઈને અવાર-નવાર બોલાચાલી પણ થતી હતી. આ તમામ બાબતોનો ખુલાસો નિકિતાએ પોલીસ તપાસમાં કર્યો છે. આ હત્યાકાંડની વિગતો એવી છે કે, ગોતામાં આવેલા રોયલ્સ હોમ્સમાં 103ના મકાનમાં રાત્રે બે મહિલાઓના ઝઘડવાનો અવાજ આવતો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે પડોસીઓએ પણ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહિ અને અચાનક અવાજ શાંત પડી ગયો. પાડોશીઓને લાગ્યું કે ઝઘડો બંધ થઈ ગયો. પરંતુ દરવાજાની અંદરની બાજુ તો સામાન્ય કકળાટે ખુની રૂપ ધારણ કર્યો હતો. પુત્રવધૂએ સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
નિકિતાએ સાસુ રેખાબેન અગ્રવાલને લોખંડના રોડથી હત્યા કરીને લાશને સળગાવવાના પ્રયાસ પણ કર્યા હતા. જેમાં તેના હાથ પણ દાઝી ગયા હતા. હત્યા કર્યા બાદ નિકિતા પોતાનાના રૂમ માં બંધ થઈ ગઈ હતી. રૂમમાં અંદરથી લોક થઈ ગઇ હોવાનું કહીને લગભગ અઢી કલાક સુધી પતિ દીપક માટે દરવાજો પણ નહોતો ખોલ્યો. અંતે પતિ દીપક ઘરની બાલ્કનીમાં સીડી લગાવીને ઘરમાં પ્રવેશ્યો હતો, જ્યાં તેને પોતાની માની લોહીલુહાણ લાશ જોઈ અને સમગ્ર હકીકત સામે આવી. આ પરિવાર મૂળ રાજેસ્થાનનો છે. અગ્રવાલ પરિવાર 6 મહિના પહેલા જ રોયલ હોમ્સમાં રહેવા આવ્યો હતો. મારબલનો વેપાર કરતા દિપક અગ્રવાલ પત્ની નિકિતા તેમજ માતા રેખાબેન અને પિતા રામનિવાસ સાથે રહેતા હતા. 10 મહિના પહેલા જ નિકિતા અને દિપકના લગ્ન થયા હતા. લગ્ન બાદ સામાન્ય બાબતે સાસુ રેખાબેન અને નિકિતા વચ્ચે તકરાર ચાલતી હતી. સાસુ ઘરની બહાર નીકળવા નહોતા દેતા. નિકિતાના સસરા કોરોના પોઝિટિવ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ છે અને પતિ કોઈ કામથી ઘરે નહોતો. તેવામાં જ્યારે બંને ઘરે એકલા હતા ત્યારે ફરીવાર તકરાર થતાં હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાસુની હત્યાને લઈને સોલા પોલીસે નિકિતાની ધરપકડ કરી. નિકિતા 2 મહિનાની ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ હત્યા સામાન્ય ઘરકંકાસ છે કે અન્ય કોઈ કારણ છે, તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Student Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકોAhmedabad Crime:  શાકભાજી વેપારી પર થયેલા ફાયરિંગમાં થયું વેપારીનું મોત, પરિવાર શોકમાંRBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget