અમદાવાદના મોદી સ્ટેડિયમમાં નહીં યોજાય ક્રિકેટ વર્લ્ડકપની ઓપનિંગ સેરેમનીઃ સુત્ર
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 5 મી ઓક્ટોબરથી આઇસીસી વનડે વર્લ્ડકપની શરૂઆત થઇ રહી છે
World Cup 2023: આગામી વનડે વર્લ્ડકપને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે, આગામી 5મી ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા આઇસીસી વનડે વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની નહીં યોજાય, જોકે, ઓપનિંગ મેચ જરૂર અમદાવાદમાં રમાશે. આ ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ ઓપનિંગ સેરેમની વિના જ શરૂ થશે, જોકે, આ દરમિયાન માત્ર વર્લ્ડકપની 10 ટીમોના કેપ્ટનોનું જ ફોટોશૂટ કરાશે. ખાસ વાત છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની સાથે ઓપનિંગ મેચનું આયોજન હતુ, આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની કુલ પાંચ મેચોનું આયોજન છે.
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 5 મી ઓક્ટોબરથી આઇસીસી વનડે વર્લ્ડકપની શરૂઆત થઇ રહી છે, અહીં ઓપનિંગ મેચ ગઇ ચેમ્પીયન ઇંગ્લેન્ડ અને રનરઅપ રહેલી ન્યૂઝીલેન્ડ ટીમ વચ્ચે રમાશે. આ મેચ પહેલા અહીં ઓપનિંગ સેરેમની યોજવાનું પ્લાનિંગ હતુ, જોકે, સુત્રો તરફથી માહિતી છે કે, આ વખતે ઓપનિંગ સેરેમની નહીં યોજાય.
No opening ceremony in World Cup 2023. [RevSportz] pic.twitter.com/cgXhXJ909h
— Johns. (@CricCrazyJohns) October 2, 2023
આગામી 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડકપની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની કુલ 5 મેચોના આયોજન કરવામાં આવ્યુ છે. અહીં ઓપનિંગ સેરેમની ના યોજી માત્ર 10 ટીમના કેપ્ટનોના ફોટોશૂટ કરાવવા હાલ સુધીનું આયોજન છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આ અંગે બુધવારે ઓફિશિયલ પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવશે.
ऐसा बताया जा रहा है कि अब ओपनिंग सेरेमनी नहीं होगी बल्कि क्लोजिंग सेरेमनी होगी या भारत पाकिस्तान मैच से पहले एक सेरेमनी आयोजित होगी। इसको लेकर बीसीसीआइ पदाधिकारियों को प्रजेंटेशन भी दिया गया है।#CricketWorldCup2023
— Abhishek Tripathi / अभिषेक त्रिपाठी (@abhishereporter) October 2, 2023
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ રમાશે. આ પછી....
- 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
- 4 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો
- 10 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો
- 19 નવેમ્બરે વર્લ્ડકપની ફાઇનલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
Babar Azam watching Young Indian Talent❤️.#PAKvAUS | #PAKvsAUS | #BabarAzam𓃵 | #WorldCup2023 | #WorldCup | #CWC2023 | #AsianGames2023
— World Cup 🏏 (@World_Cup_23) October 3, 2023
pic.twitter.com/ZDsdqKoNnx
Waiting for 14 October 🔥❤️#CWC2023 #CricketWorldCup2023 #narendramodistadium pic.twitter.com/pJGQUvUdDW
— Rohit (@thatchar93) September 24, 2023
-