શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ફરી એકવાર વરસાદની થશે ધમાકેદાર એન્ટ્રી? હવામાન વિભાગે મોટી આગાહી? જાણો વિગત
ગુજરાતમાં 14થી 16 ઓગસ્ટે ફરી સારાં વરસાદના યોગ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં 14થી 16 ઓગસ્ટે ફરી સારાં વરસાદના યોગ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે સારો વરસાદ નોંધાયો છે. જોકે, હજુ પણ તેમાં ઉમેરો થાય તેવી સંભાવના છે.
ગુજરામતાં આગામી 14થી 16 ઓગસ્ટ વચ્ચે ફરી વરસાદ પડવાના યોગ જોવા મળી રહ્યા છે. જેમાં પંચમહાલ, ઉત્તર ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના યોગ લાગી રહ્યાં છે. આગામી 17મી ઓગસ્ટથી માઘા નક્ષત્ર આવતું હોવાથી સારા વરસાદના યોગ સર્જાયા છે.
સમગ્ર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ મહેર કરતાં રાજ્યમાંથી પાણીનું સંકટ દૂર થતાં ખેડૂતોના હૈયા પુલકિત થઈ ઊઠ્યાં છે. ભારે વરસાદથી જળાશયોમાં નવા નીર આવતાં અનેક ડેમ ઓવરફ્લો થયા છે. હજુ પણ રાજ્યમાં 14મીથી સારા વરસાદના યોગ હોવાથી રાજ્યમાં હજુ સારો વરસાદ પડે તેવી સંભાવના છે.
માત્ર એટલું જ નહીં પણ 17મીથી માઘા નક્ષત્રનો પ્રારંભ થાય છે જેમાં સારો વરસાદ પડી શકે છે. અમદાવાદ સહીતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદના પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
બંગાળ પર લો-પ્રેશર સર્જાયું છે. આ સિસ્ટમ હવે ગુજરાત તરફ ફંટાઈ રહી છે. જેના કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે હજુ 14થી 16 ઓગસ્ટના ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવું લાગી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. 15 ઓગસ્ટના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion